ચલાલામાં પાર્ક કરેલી લકઝરીનો કાચ ફોડી નુકસાન: આવારાતત્ત્વો સામે રાવ

  • December 30, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચલાલામાં અમરેલી રોડ ઉપર પેટ્રોલ પંપની બાજુમાં જીજે૧૪ટી૦૬૯૩ નંબરની સાગર ટ્રાવેલ્સ ગઈકાલે રાખવામાં આવેલ હતી. આજે સવારે ૮-૩૦ કલાકે ગાડીના માલીક રવિદાસભાઈ હરીયાણી પોતાની ટ્રાવેલ્સ ગાડી લેવા ગયા ત્યારે જોયુ તો કોઈ લુખ્ખાતત્ત્વોએ આગળનો કાચ પથ્થર મારી ફોડી નાખેલ હોય અને ‚ા.૧૨,૦૦૦નું નુકસાન પહોંચાડેલ હોય તેથી ગાડીના માલીક રવિદાસભાઈ હરીયાણીએ ચલાલા પોલીસ સ્ટેશનને જઈને જાણવા જોગ લેખીત રજૂઆત કરતા ચલાલાના પીએસઆઈ ગોહિલે શાંતિ પૂર્વક રજૂઆત સાંભળી યોગ્ય રીતે આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ગાડીના માલીકે જણાવ્યા મુજબ, અગાઉ પણ મારી ગાડીના કાચ કોઈ લુખ્ખાતત્વો ફોડી નાખેલ હતો ત્યારે પોલીસને જાણ કરેલ નથી. હમણા થોડા વખતથી ચલાલામાં ચોરીના બનાવો બની રહ્યા છે હમણા ન.પા.ની હદમાં આવેલી પાણી પૂરવઠા વિભાગ દરવાજા બંધ જગ્યાએથી એક વેપારી સજ્જન વ્યક્તિની લાલ કલરની ટ્રાવેલ્સમાંથી ચાલુ બેટરીની કોઈ લુખ્ખાતત્ત્વો ચોરી કરી લઈ ગયા હતા. તેમજ ચાલુ રહેણાક વિસ્તાર ધોળા દિવસે ઘરવખરીની ચોરી થવા પામેલ છે. હમણા ચોરીના બનાવો અને અસામાજિક પ્રવૃતિ બનતી હોય તો ચલાલા શહેરીજનોએ હોમગાર્ડ અને પોલીસને રાત્રીના ડ્યુટી આપવા લોકમાંગણી થયેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application