પોરબંદર જિલ્લાના ધરતીપુત્રોને બાર કલાક વીજળી આપો

  • September 02, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં ધરતીપુત્રોને બાર કલાક વીજળી આપવા માંગ થઇ છે તે ઉપરાંત પુરને લીધે નુકશાન પામેલ વીજપોલ, વીજવાયર અને ટી.સી.નુ તાત્કાલિક સમારકામ કરાવવા પણ માંગ થઇ છે. ભારતીય કિશાન સંઘના પ્રદેશ કારોબારી સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ પી.જી.વી.સી.એલ.ના તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે ગત દિવસોમાં પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ, પુર, હોનારત, મીનીવાવાઝોડુના કારણે પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓ પોરબંદર, રાણાવાવ, કુતિયાણાના ગ્રામ્યવિસ્તારોમાં વીજ પુરવઠો દિવસોથી બંધ છે અનેક સ્થાનો પર વીજ પોલ, વાયર પડી ગયા છે અને તુટી ગયા છે. ટી.સી.માં પણ પાણી ઘુસી ગયા છે.ગ્રામ્ય વિસ્તારમાં ઘરવપરાશ, વેપાર, વાણિજ્ય, અને મીની કારખાના, ગૃહઉદ્યોગ અને ખેણીવાડી વીજ કનેકશનો, થ્રી ફેઇઝ પાવર બંધ છે. પીવાના પાણી અને  સલામતી સુરક્ષાનો પણ પ્રશ્ર્ન છે માટે આપ સમક્ષ અમારી માગણી અને લાગણી છે કે વરસાદ બંધ થયો છે અને પુરના પાણી પણ ઉતરવામાં છે તેથી પોરબંદર જિલ્લાના ત્રણે તાલુકાઓમાં આવેલ તમામ સબડીવિઝનો જેમકે કોસ્ટલ, બગવદર, રાણાવાવ, રાણાકંડોરણા, માધવપુર અને માંગરોળ, બાટવા, કુતીયાણા નીચે આવતા વિસ્તારમાં ઇલેકટ્રીક પાવર પુર્વવત કરી આપવામાં આવે. આ જમાનામાં ઇલેકટ્રીસીટી એ જીવનનો ભાગ બની ગયેલ છે. તેથી ઉપરોકત બાબતે યોગ્ય કાનુની કાર્યવાહી કરી વહેલીતકે વિદ્યુત પ્રવાહ પૂર્વવત કરી આપવા અમારી માંગ છે તેમ ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application