ગલુડિયાઓ ઇજાગ્રસ્ત થવાના બનાવ વધ્યા હોવાથી તેને આશરો આપો

  • November 20, 2024 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં પોરબંદર શહેરના જુદા વિસ્તારોમાં વિશાળ સંખ્યામાં ગલુડિયા જોવા મળી રહ્યા છે.અને તેના ઉપર મોટા શ્ર્વાન દ્વારા હુમલાના બનાવો ઉપરાંત શેરી ગલીમાં તેઓ આંટાફેરા કરતા હોવાથી વાહન અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત બનવાના વધ્યા છે અને તેના કારણે અનેક જગ્યાએ કુરકુરિયાઓ ઘવાયેલા જોવા મળે છે. ત્યારે ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમ દ્વારા ઠેર-ઠેર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ગલુડિયાઓની સારવાર કરવામાં આવી રહી છે અને તેને નવું જીવન આપવામાં આવી રહ્યું છે. જેમાં વેટરનરી તબીબોનો પણ સહકાર મળ્યો છે.તેથી સંસ્થા દ્વારા એવી ખાસ અપીલ કરવામાં આવી છે કે શહેરમાં  ક્યાંય પણ ગલુડિયાઓ ઇજાગ્રસ્ત હાલતમાં જણાય તો તેને તાત્કાલિક સારવાર અપાવી જોઈએ.તેના માટે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન સેવાનો પણ સંપર્ક સાધી શકાય છે. તે ઉપરાંત દરેક વિસ્તારના લોકો જાગૃત બનીને તેમના વિસ્તારના ગલુડિયાઓ માટે શેરીમાં પથ્થરો ગોઠવીને ઘર બનાવી આપે તો રસ્તા ઉપર તેઓ આવતા બંધ થશે અને તેના કારણે તેની સાથે સર્જાતા અકસ્માતનું પ્રમાણ પણ ઘટશે તેવું સુચન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application