ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટની કરદાતાઓને ભય ના ઉભો થવો જોઈએ, અધિકારીઓએ ટેકસપેયર્સ સાથે સરળતા પૂર્વકનું વર્તન કરવા માટે નાણામંત્રીએ ઇન્કમટેકસના અધિકારીઓને શીખ આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે વિભાગના અધિકારીઓને ખાસ આપતા જણાવ્યું હતું કે નોટિસ અથવા તો કરદાતાઓને મોકલેલા પત્રમાં સરળ શબ્દોનો ઉપયોગ કરવા હાથ ભલામણ કરી હતી તેમજ અધિકારીઓને કાયદા દ્રારા આપવામાં આવેલી સત્તાનો સભાનતાપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું.
વધુમાં તેમને જણાવ્યું હતું કે ફેસલેસ સિસ્ટમના અમલીકરણ પછી અધિકારીઓએ કરદાતાઓ સાથે વધુ ન્યાયિક અને મૈત્રી પૂર્ણ વ્યવહાર પર ધ્યાન આપવું, ટેકસ નોટિસથી કરદાતાઓના મનમાં ડરની લાગણી પેદા થવી જોઈએ નહીં આથી ટેકસની નોટિસ સરળ અને સ્પષ્ટ્ર હોવી જરી છે.
ઇન્કમટેકસ અને ઇન્કમટેકસની નોટિસથી કરદાતાઓ ટેન્શનમાં આવી જતા હોય છે આથી નોટિસ મોકલવામાં આવે છે તેમાં સ્પષ્ટ્રપણે જણાવવું જોઈએ કે તેમને શા માટે નોટિસ આપવામાં આવી રહી છે. અનિયમિત પદ્ધતિઓ અપનાવાનું ટાળવા અધિકારીઓને તાકીદ કરી હતી. ડિપાર્ટમેન્ટ દ્રારા કરવામાં આવતી કાર્યવાહી આ મુદ્દાને અનુપ હોવી જોઈએ. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મારી વાતનો અર્થ એવો નથી કે અધિકારીઓ આટલા વર્ષથી અન્યાય કરે છે પરંતુ કર અધિકારીઓએ તેમને જવાબદારી નિભાવવાનું ચાલુ રાખવું જોઈએ.
ટેકસ નિયમોને સરળ બનાવવા માટેની સમીક્ષા કરવામાં આવશે તેમને કહ્યું હતું કે આ કામ છ મહિનામાં પૂર્ણ થઈ જશે. ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટએ એસેસમેન્ટ વર્ષ ૨૦૨૪–૨૫ માટે ૧૫ દિવસમાં ચાર કરોડ રિટર્ન ની પ્રક્રિયા કરી છે. યારે ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધીમાં ૭.૨૮ કરોડથી વધુ આવકવેરાના રિટર્ન ફાઇલ થયા છે, જેમાંથી ટેકસ વિભાગએ આશરે ૪.૯૮ કરોડ રિટર્ન પર કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech