વિદ્યાર્થીઓનો માનસિક તણાવ દૂર કરવા માટે બેઝિક ગણિતની જેમ અન્ય વિષયોમાં પણ વિકલ્પ આપવામાં આવે તેવી માંગણીઓ ઉઠી રહી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત વિષયની જેમ વિજ્ઞાન તથા અન્ય વિષયોમાં પણ બેઝિક અને સ્ટાન્ડર્ડનો વિકલ્પ આપવામાં આવે તે માટે શૈક્ષણિક મહાસંઘ દ્વારા ભલામણ કરવામાં આવી છે.
ચાલુ વર્ષથી નિર્ણય લઈ આગામી માર્ચ-2025માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં તેનો અમલ કરવા માટે પણ માગ કરી છે. વિદ્યાર્થીઓ માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તે માટે આ ફેરફાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ની ગાઈડલાઈન અનુસાર, આગામી શૈક્ષણિક સત્ર વર્ષ- 2024-25થી વિદ્યાર્થીઓ પોતાની રૂચિ અનુસાર માનસિક તણાવ વગર શિક્ષણ મેળવે તે માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને ભલામણ કરી છે. જેમાં જણાવાયું છે કે, શિક્ષણ બોર્ડ અન્વયે આવતી શાળાઓમાં ગણિત વિષયની જેમ જ વિજ્ઞાન, ભાષા સહિત અન્ય વિષયોમાં બેઝિક અને સ્ટાન્ડર્ડનો વિકલ્પ દાખલ કરવામાં આવે. ઉપરાંત આગામી માર્ચ-2025માં લેવામાં આવનારી શિક્ષણ બોર્ડની પરીક્ષામાં તેનો અમલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ વિકલ્પ વિદ્યાર્થીઓને આપવામાં આવે તો હાલમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તેઓ પાસ થઈ શકે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી માધ્યમિક શાળાઓમાં બેઝિક ગણિત તેમજ સ્ટાન્ડર્ડ ગણિતની જેમ બેઝિક ભાષા અને સ્ટાન્ડર્ડ ભાષાનો વિકલ્પ આપવાનું નક્કી કરાયું હોવાનું જણાવી શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાતમાં પણ અમલ કરવા માગ કરી છે. ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ એન સી આર ઇ ટી અને સી બી એસ ઇ પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ તથા પરીક્ષા પદ્ધતિનો મહદઅંશે સ્વીકાર કરવામાં આવ્યો છે ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં તથા પૂરક પરીક્ષાઓમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech