અભિનેતા સલમાન ખાનને વધુ એક ધમકી મળી છે, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ આવ્યો છે કે પાંચ કરોડ આપો નહીતર સલમાનના બાબા સીદીકી કરતા પણ બુરા હાલ થશે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો, જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથેની તેની લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે સલમાન અને લોરેન્સ ગેંગ વચ્ચે સમાધાન કરાવશે. આ માટે તેણે પૈસા માંગ્યા અને કહ્યું કે જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.
ચેતવણી માં વધુમાં લખાયું છે કે , આને હળવાશથી ન લો, જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે, તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી જેવી જ થાશે.બોલીવુડ અભિનેતા સલમાન ખાનની હત્યાના કથિત કાવતરાના સંબંધમાં નવી મુંબઈ પોલીસે તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સુખબીરે કથિત રીતે ખાનને મારવા માટે બિશ્નોઈ ગેંગના સભ્યોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 12 ઓક્ટોબરની મોડી રાત્રે એનસીપી નેતા બાબા સિદ્દીકીની બાંદ્રાના નિર્મલ નગરમાં ત્યારે હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા. આ ઘટનાને ત્રણ લોકોએ મળીને અંજામ આપ્યો હતો. 66 વર્ષના નેતાને ત્રણ ગોળી વાગી હતી. આ પછી તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.
અત્યાર સુધીમાં ચારની ધરપકડ
બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ (23), ઉત્તર પ્રદેશના રહેવાસી ધરમરાજ રાજેશ કશ્યપ (19)નો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા અન્ય બે વ્યક્તિઓ હરીશ કુમાર બલક્રમ નિષાદ (23) અને પ્રવીણ લોંકર, અને શુભમ લોંકરના ભાઈ છે. પ્રવીણ પુણેનો રહેવાસી છે. મુંબઈ પોલીસે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ સહિત ત્રણ આરોપીઓ વિદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે. જેથી તેઓને દેશ છોડીને ભાગી જતા અટકાવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech