ગીરસોમનાથઃ ડૉ. અતુલ ચગ આપઘાત કેસ, સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ

  • May 15, 2023 09:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરસોમનાથમાં બહુ ચર્ચીત કેસ ડૉ. અતુલ ચગ આપઘાત કેસ મામલે આખરે ફરિયાદ નોંધાઈ ગઈ છે. મહત્વનું છે કે ત્રણ મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.


વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે ગુનો પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે. મહત્વનું છે કે ત્રણ મહિના પહેલા ડૉ. એતુલ ચગ દ્વારા સ્યુસાઈડ કરી લેવામાં આવ્યું હતુ અને તે સ્યુસાઈડ નોટમાં સાંસદ પર આરોપ મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ પણ FIR દાખલ કરવામાં આવી છે. ડૉ. અતુલ ચગના પુત્રની ફરિયાદના આધારે પોલીસ દ્વારા લાંબા સમય બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



મૃતક ર્ડા. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે નોંધાવેલ ફરિયાદ પ્રમાણે વર્ષ 2008 માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી જઈ હતપ્રત થઈ ગયા હતા. અને તા. 12.02.2023 નાં રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે મફલર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application