જૂનાગઢમાં છેલ્લ ા ત્રણ દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ગિરનાર પર્વત પર ૫૪ કિમી ઝડપે પવન ફૂંકાતા રોપ-વે સવારથી બંધ રહ્યો છે. શહેર કરતાં નવ ગણી વધુ પવનની ઝડપ નોંધાતા પર્વત પર સુસવાટા મારતા પવન થી પગથિયા ચડી જતા લોકોને પણ પવનની થપાટો નો સામનો કરવો પડ્યો હતો. પર્વત પર સીમલા મનાલી જેવું વાતાવરણ સર્જાયું છે .ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવે બંધ હોવાથી સવારથી જ એડવાન્સ બુકિંગ ની કામગીરી બંધ રાખી હતી. ભેજ ઘટતા સુકા પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. શહેરીજનો ગરમ વસ્ત્રોમાં ઢબુડાયેલા જોવા મળી રહ્યા છે. શહેરમાં પવનની ઝડપ અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે નોંધાયેલા હવામાન મુજબ જૂનાગઢ શહેરમાં આજે લઘુતમ તાપમાન ૧૭.૧ , ભવનાથ તળેટી ૧૫.૧, ગિરનાર પર્વત ૧૨.૧, વાતાવરણમાં ભેજ ૪૮ટકા અને ૬.૧ ની ઝડપે પવન ફૂંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેલનગર,લક્ષ્મીનગર અને રામનગર સહિત ૧૨ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી
December 20, 2024 04:02 PM૨૦૨૭ સુધી પાકિસ્તાનમાં યોજાનાર કોઈપણ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે: આઈસીસી
December 20, 2024 04:00 PMBAPS મંદિરમાંથી મોહનથાળ અને લાડુ ગુરુકુળમાંથી અડદિયાના સેમ્પલ લેવાયા
December 20, 2024 03:59 PMધાંધલ – ધમાલ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ
December 20, 2024 03:58 PM૬, ૧૫, ૧૯ ફેબ્રુ.એ રાજકોટ–બનારસ, ૨૨મીએ વેરાવળ–બનારસ ટ્રેનો ઉપડશે
December 20, 2024 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech