જયા બચ્ચનના નિવેદને યુવાનોમાં જગાવી ભારે ચર્ચા
જયા બચ્ચન હંમેશા ડર્યા વગર તેમની વાત રજૂ કરે છે. જયા બચ્ચને હવે કહ્યું છે કે, જે મહિલાઓ અને યુવતીઓ ડેટ પર જાય છે અને બિલ સ્પ્લિટ કરે છે, તેઓ મૂર્ખ છે. પુરુષોએ જ બિલ ભરવું જોઈએ.જયા બચ્ચન હંમેશા ડર્યા વગર તેમની વાત રજૂ કરે છે. જયા બચ્ચને હવે કહ્યું છે કે, જે મહિલાઓ અને યુવતીઓ ડેટ પર જાય છે અને બિલ સ્પ્લિટ કરે છે, તેઓ મૂર્ખ છે. પુરુષોએ જ બિલ ભરવું જોઈએ. જયા બચ્ચને તેની નાતિન નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શોની બીજી સીઝનના લેટેસ્ટ એપિસોડમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે. આ એપિસોડમાં જયા બચ્ચનની સાથે સાથે તેની દીકરી શ્વેતા નંદા પણ હતી.
ડેટિંગ અને બિલ સ્પ્લિટ
નવ્યા નવેલી નંદાએ ફેમિનિઝમ બાબતે જણાવ્યું કે, મહિલાઓ હવે વધુ સશક્ત ફીલ કરી રહી છે. તેઓ ખૂબ જ સ્વતંત્ર રહેવા માંગે છે. ત્યારપછી ઉદાહરણ આપ્યું કે, જો યુવક કોઈ યુવતીને ડેટ પર લઈ જાય અને તમે બિલ ભરશો તો કેટલાક લોકો નારાજ થઈ શકે છે. મહિલાઓને લાગે છે કે, તેઓ પણ તે માટે સમાનરૂપે હકદાર છે. જેન જવાબમાં જયા બચ્ચને જણાવ્યું કે, ‘જે મહિલાઓ બિલ સ્પ્લિટ કરે છે, તેઓ મૂર્ખ છે. પુરુષે બિલ ભરવું જોઈએ.’
પુરુષોએ જ પહેલા પ્રપોઝ કરવું જોઈએ
નવ્યાએ તેના દાદી જયા બચ્ચન અને તેની માતા શ્વેતા નંદાને પૂછ્યું હતું કે, અત્યારના સમયમાં પુરુષોમાં શું બદલાવ જોયો છે? જેના જવાબમાં શ્વેતા નંદાએ કહ્યું હતું કે, અમારા સમયમાં માનવામાં આવતું હતું કે, પુરુષ મજબૂત હોવો જોઈએ અને ચૂપ રહેવો જોઈએ. જ્યારે પણ તમે ડેટિંગ કરો ત્યારે યુવકની રાહ જુઓ. તે તમારી પાસે આવશે અને પ્રપોઝ કરશે. જયા બચ્ચને આ જવાબમાં સૂર પુરાવ્યો અને કહ્યું કે, ‘મારું પણ આવું જ માનવું છે. પુરુષોએ જ પહેલા પ્રપોઝ કરવું જોઈએ, નહીંતર મને ખૂબ જ અજીબ લાગશે.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMધ્રોલ પંથકમા થયેલી વીજતારની ચોરીમાં બે ઝડપાયા
January 23, 2025 05:57 PMટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech