સાવરકુંડલાના ઠવી ગામે પ્રેમલ કરનાર યુવકના મોટાભાઈને યુવતિના પિતાએ છરીનો જીવલેણ ઘા પેટમાં મારી આંતરડા બહાર કાઢી લેતા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે મૂળ ઠવી અને હાલ સુરતના કાપોદ્રામાં રહેતા યુવકના પિતા નાગજીભાઈ પ્રેમજીભાઈ ચૌહાણની ફરિયાદ પરથી વંડા પોલીસે ભરત દુલાભાઇ મોલાડીયા સામે બીએનએસની કલમ૧૦૯(૧), ૩૫૧(૩) મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, સંતાનમાં બે દીકરા એક દીકરી છે જેમાં મોટો દીકરો વિશાલ અને નાનો ગૌતમ છે, નાના દીકરા ગૌતમએ બે મહિના પહેલા ગામમાં રહેતા ભરતભાઈ મોલડીયાની પુત્રી માયા સાથે કોર્ટ મેરેજ કર્યા હોઈ અને આવતા મહિને રીત રિવાજ મુજબ વતન ઠરીમાં લનું આયોજન કરવામાં આવ્યું હોવાથી હત્પં મોટો પુત્ર વિશાલ તેના મિત્રો બધા મકાનનું રીનોવેશન કરવાનું હોવાથી ઠરી આવ્યા હતા. દરમિયાન ગઈકાલે પુત્ર વિશાલ અને તેનો મિત્ર જયપાલ બંને ગામમાંથી જતા હતા ત્યારે ભરત મોલડીયાએ વિશાલને બોલાવ્યો હતો અને કહેવા લાગ્યા હતા કે, ટેરો ભાઈ ગૌતમ કેમ મારી દીકરીને ભગાડી કોર્ટમાં લ કર્યા છે, આ બાબતે અગાઉ પણ તમને સમજાવ્યા હતા પણ તમે આ ભાષા સમજો તેમ નથી લાગતું કહી નેફામાંથી છરી કાઢી પેટમાં એક ઘા મારી દેતા વિશાલઢળી પડો હતો. બીજો ઘા મારવા જતા મિત્ર જયપાલએ ભરતભાઈને પકડી લેતા માણસો ભેગા થઇ ગયા હતા અને હત્પં પણ દોડીને પહોંચી ગયો હતો ત્યાં વિશાલ લોહી લુહાણ હાલતમાં જમીન પર પડો હતો. તાકીદે તેને ૧૦૮ મારફતે પ્રથમ વંડા અને ત્યાંથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. જીવલેણ હત્પમલો કર્યેા હોવાથી વિશાલના આંતરડા બહાર નીકળી ગયા હતા આથી ઓપરેશન કરવામાં આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ભરત મોલડીયાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech