જામનગરમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાળકીનું મૃત્યુ
જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે એક અજ્ઞાત અજાણ્યા વાહનના ચાલકે સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં સ્કૂટરસવાર કાકા-ભત્રીજીને ઈજા થઈ હતી, અને ત્રણ વર્ષની બાળકીનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતા સંજીવસિંહ સર્વેસસિંહ કછવાઇ નામના પરપ્રાંતિય યુવાનની ત્રણ વર્ષની પુત્રી દીપાંશી સંજીવસિંહ કછવાઈ, કે જે પોતાના કાકા આનંદ કછવાઇની એકસેસ ગાડી નં. જીજે૧૦ડીએસ-૧૯૧૭માં પાછળ બેસીને પોતાની અન્ય પુત્રી તાક્ષીને હિંગળાજ ચોકમાં આવેલા ટ્યુશનમાં મૂકીને સ્કૂટર પર પરત આવી રહ્યા હતા.
જે દરમિયાન ઉદ્યોગનગર મેલડી માતાના મંદિર પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવ્યું હતું, અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણ વર્ષની ભત્રીજી દીપાંશીનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે તેણીના કાકા આનંદભાઈને પગમાં ઈજા થઈ હતી.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકીના પિતા સંજયસિંહ કછવાઈએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. આર.ડી. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.