પછી લઇ આપીશ તેમ પિતાએ કહેતા મનમાં લાગી આવ્યું : પરિવારમાં શોક
જામનગર તાલુકાના વંથલી ગામમાં યુવતિને મોબાઇલ ફોન લેવો હોય દરમ્યાન પિતાએ પૈસાની સગવડ થયે લઇ આપીશ તેમ કહેતા આ વાતનું મનમાં લાગી આવવાથી તેણીએ ગળાફાંસો ખાઇને આયખુ ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ છે.
જામનગર તાબેના વંથલી ગામમાં રહેતી નિર્મળાબેન જયંતીલાલ પરમાર (ઉ.વ.૨૦) નામની યુવતીને નવો મોબાઇલ ફોન લેવો હોય આથી તેણીના પિતાને બે દિવસ પહેલા કહયુ હતું, દરમ્યાન પિતાએ હાલ આપણી પાસે પૈસા નથી ઇટોનો ભઠ્ઠો પાકેલ નથી, માલનુ વેચાણ થયેલ નથી, પૈસાની સગવડ થયે મોબાઇલ લઇ આપીશ તેમ કહેતા આ બાબતનું યુવતિને મનમાં લાગી આવતા ભઠ્ઠે આવેલી ઓરડીએ લોખંડના એન્ગલમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે જી.જી. હોસ્પીટલ લઇ જતા ત્યાં તેણીનું મૃત્યુ થયુ હતું. આ બનાવની જાણ જયંતીભાઇ પરમાર દ્વારા પંચ-એમાં કરવામાં આવી હતી.
***
જામનગરમાં ધંધાની ચિંતામાં યુવાને જીવાદોરી ટુંકાવી
જામનગરના ફોરેસ્ટ ઓફીસ સામે મહેશ્ર્વરીનગરમાં રહેતા યુવાનનો ડ્રાઇવીંગનો ધંધો સરખો ચાલતો ન હોય જે ચિંતામાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
જામનગરના મહેશ્ર્વરીનગર-૩ ખાતે રહેતા ચંદ્રેશભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાનનો છુટક ડ્રાઇવીંગનો ધંધો સરખો ચાલતો ન હોય આ બાબતની અવાર નવાર ચિંતા કરતા હતા અને આ અંગે મનમાં લાગી આવતા ગત તા. ૧૭ના રોજ પોતાના મકાને પાઇપમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને બોલાવવામાં આવી હતી તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ બનાવની જાણ મુકેશ ગીરધરભાઇ પરમાર દ્વારા સીટી-બી ડીવીઝનમાં કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech