શહેરના કાલા રોડ પર પ્રેમ મંદિર પાસે યુવતીને ગાળો દેવા અને સાઈડમાં ઊભું રહેવાનું કહેવા બાબતે મારામારી થઈ હતી. જેમાં સામસામે છરી વડે હત્પમલો થતા બે વ્યકિતઓને ઈજા પહોંચી હતી. આ મામલે સામસામી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર ખોડિયાર હોટલ પાસે રહેતા રિક્ષાચાલક સાગર રમેશભાઈ લાંબા(ઉ.વ ૨૮) દ્રારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિપક માધુભાઈ પરમાર અને કાના અરવિંદભાઈ (રહે. બંને મોટા મવા મટુકી રેસ્ટોરન્ટ પાછળ)ના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેનો ભાઈ લાલાભાઇ અને પાડોશમાં રહેતા આશાબેન ત્રણેય રીક્ષામાં બેસી આશાબેનને રાણી ટાવર પાસે એસબીઆઇ બેન્કમાં કામ હોય જેથી ત્યાં ગયા હતા.
કામ પૂરૂ થયા બાદ બપોરના સમયે તેઓ અહીં પ્રેમ મંદિર પાસે બગીચા નજીક છોલે ભટુરેની રેકડીએ નાસ્તો કરતા હતા. તેવામાં એકટીવામાં જઈ રહેલી બે યુવતીઓ પાછળ બે અજાણ્યા શખસો સ્ફુટી જેવા વાહનમાં આવતા હતા અને તેને ગાળો બોલતા હતા. જેથી યુવાને શું કામ ગાળો બોલો છો જવા દો તેમ કહેતા આ શખસો એ સ્કુટીમાંથી ઉતરી યુવાન સાથે ઝઘડો કર્યેા હતો. દરમિયાન એક શખસ અહીં નાળિયેરની રેકડીમાંથી છરી લઈ આવી યુવાન પર હત્પમલો કરી દીધો હતો જેથી યુવાનને કપાળનાભાગે તથા કાનનાભાગે ઈજા પહોંચી હતી અને હાથમાં છરકા થઈ ગયા હતા. તેમજ યુવાનના ભાઈ લાલાભાઇને પણ લાકડી વડે મારમાર્યેા હતો. જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેમને આરોપીઓના નામ માલુમ પડતા આ ફરિયાદ નોંધાવી છે.
યારે દીપક માધુભાઈ પરમાર(ઉ.વ ૩૦ રહે. મોટામવા મટુકી રેસ્ટોરન્ટ પાછળ) દ્રારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાગર રમેશભાઈ લાંબા અને તેનો ભાઈ લાલાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં લવ ટેમ્પલ પાસે નાળિયેરનો હોલસેલ તથા રીટેલ વેપાર કરતો હોય અહીં તેના સ્થળે બેસનાર કાનાનો ગઈકાલે બપોરના તેને ફોન આવ્યો હતો અને માથાકૂટ થયાનું જણાવ્યું હતું બાદમાં યુવાન અહીં આવતા કાનાને તેને વાત કરી હતી કે, અહીં થડા પાસે બે યુવતીએ ઉભી હોય તેને સાઈડમાં જવાનું કહેતા આરોપીએ તેની સાથે ઝઘડો કર્યેા હતો. દરમિયાન તેને થપ્પડ પણ મારી દીધી હતી. આ બાબતે યુવાન સમજાવા જતા તેના પર પણ છરી વડે હત્પમલો કર્યેા હતો જેમાં તેને ઇજા પહોંચી હતી. પોલીસે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech