૨.૪૦ લાખનો ખર્ચ કર્યા બાદ છેતરપીંડીનો શિકાર થયા : હાઇવે પર હોટલમાં ફ્રેશ થવા ગયેલી બે યુવતિઓ રફુચકકર
જામનગરના બે યુવકોએ મેરેજ બ્યુરો સંચાલિકા સહિતનાની મદદથી રુા. ૨.૪૦ લાખનો ખર્ચ કરી અમદાવાદ ખાતે લગ્ન કરી યુવતિઓને જામનગર લઇ આવતી વખતે બંને યુવતિઓ રસ્તામાં હાઇવે હોટલ પર ફ્રેશ થવાના બહાને કારમાંથી ઉતર્યા પછી નાશી છુટતા બંને યુવકો છેતરપીંડીના શિકાર બનતા ફરીયાદ નોંધાવાઇ છે.
જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં વસવાટ કરતા મીનાબેન શાહ નામના મહિલાનો જગદીશ સંઘાણી નામના યુવકે લગ્ન માટે સંપર્ક કર્યો હતો, આ મહિલાએ લગ્ન કરાવી આપવા માટે વાત કર્યા પછી જગદીશનો કરજણના મેરેજ બ્યુરોવાળા સરોજબેનનો સંપર્ક કરાવ્યો હતો તેમને જગદીશ અને દીપક નામના બે યુવાનો માટે છોકરી બતાવવા માટે કહયુ હતું.
ત્યાર પછી બંને યુવાનોને કેટલીક યુવતિઓના ફોટા બતાવવમાં આવ્યા હતા, જેમાથી જગદીશ અને દીપકે જે યુવતિ ગમી હતી તેની સાથે મળવાની વાત કરતા ધરમપુર જવાનુ કહેવાયુ હતુ આથી દીપક, જગદીશ, જગદીશના કાકા, ભાઇ સહિતના વ્યકિતઓ કારમાં ધરમપુર જવા નીકળ્યા હતા, કરજણના સરોજબેન સંપર્કમાં હતા તેઓએ અમદાવાદ આવી જવા કહયુ હતું.
તે પછી અમદાવાદ જઇ ગણેશ મેરેજ બ્યુરોમાં ત્રણ છોકરી જોઇ હતી તે પસંદ નહી પડતા દીપક અને જગદીશે ના પાડી હતી તે પછી મેરેજ બ્યુરોવાળા ધવલે ફોન કરીને બીજી બે છોકરીે જોવા આવી જવા કહયુ હતું. તે બંને યુવતિ ગમતા દિપક તથા જગદીશે હા પાડી હતી અને ત્યારે જ રુા. ૩ લાખ આપવાનું કહેવાતા બંને યુવાને લગ્ન માટે ના પાડી દીધી હતી તે પછી તે પછી એક યુવતિના લગ્ન માટે રુા. ૧.૨૦ લાખ આપવાનું ઠરાવી દીપકે સીમા નામની યુવતિ સાથે અને જગદીશે કૈલાશ નામની યુવતિ સાથે લગ્ન કર્યા હતા. આ વેળાએ રુા. ૨ લાખ ૪૦ હજાર અપાયા હતા અને અમદાવાદથી જામનગર આવવા રવાના થયા હતા.
માર્ગમાં સરખેજ પાસે એક હોટલે જમવા માટે કાર ઉભી રખાતા સીમા તથા કૈલાસે બાથરુમ જવાનું બહાનુ કાઢી દોડીને હોટલની બહાર જઇ અગાઉથી ત્યાં ઉભેલી એક કારમાં બેસી ગયા હતા, અને તે કાર રવાના થઇ ગઇ હતી, બંને યુવતિઓ પરત નહીં આવતા જગદીશ તથા દીપકે હોટલની બહાર જઇ તપાસ કરતા બંને યુવતિ કારમાં બેસી ચાલી ગઇ હોવાનું જાણવા મળ્યુ હતું અને તે પછી લગ્ન કરાવી આપનાર બ્યુરોવાળા ધવલનો ફોન પણ સ્વિચ ઓફ થઇ જતા બંને યુવકને પોતે છેતરાયા હોવાનું ભાન થતા જગદીશે આ અંગેની ફરીયાદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech