કોઠારિયાને સાઉથ ઝોનની ભેટ; માધાપર–ઘંટેશ્વર–મનહરપુરને ઠેંગો

  • February 09, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કરેલા બજેટમાં કોઠારિયા વિસ્તારમાં સાઉથ ઝોનની રચના કરાશે તેમ જાહેર કરી તે માટે રૂા.૬ કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી હતી. શહેરના દક્ષિણ વિસ્તારના કોઠારિયાને સાઉથ ઝોનની ભેટ આપવામાં આવી પરંતુ માધાપર અને મનહરપુર–૧ (પાર્ટ) વિસ્તાર પણ રાજકોટમાં નવા ભળેલા વિસ્તારો છે તેમ છતાં આ વિસ્તારને ઠેંગો બતાવી દેવામાં આવ્યો. ખરેખર હાલમાં જેનો જમાનો છે તેવા જામનગર રોડ ઉપરના નવા ભળેલા માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુર વિસ્તારમાં અનેક રહેણાંક વસાહતો બની છે અને મોટી સંખ્યામાં માનવ વસવાટ થયો છે ત્યારે છેવાડાના એવા માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુર વિસ્તારને નોર્થ ઝોનની ભેટ આપવાની ખાસ જરૂરિયાત હતી પરંતુ અકળ કારણોસર શાસકોએ માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપરને ઝોનની ભેટ આપવાના બદલે કોઠારિયાને સાઉથ ઝોન જાહેર કરી દીધો છે. સામાન્ય રીતે યારે પણ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટીવ ઝોનિંગ જાહેર થતું હોય ત્યારે સામસામી દિશામાં ઝોન બનતા હોય છે. ભૂતકાળમાં યારે રાજકોટમાં મ્યુનિસિપલ ઝોનિંગ શરૂ થયું ત્યારે તત્કાલિન મ્યુનિ. કમિશનર મુકેશકુમારએ ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન તેવા બે ઝોન સૂચવ્યા હતા જે હાલમાં સાકાર થયા છે અને વહિવટી વિકેન્દ્રીકરણ થતા લોકસુવિધા વધી છે. કોઠારિયા વિસ્તારને સાઉથ ઝોનની ભેટ અપાઈ તે ખુબ સારી બાબત છે. પરંતુ માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપરને પણ જો નોર્થ ઝોનની ભેટ આપવામાં આવી હોત તો તે વિસ્તારનો પણ વધુ વિકાસ શકય બની શકયો હોત.

કોઠારીયાને વર્ષ ૨૦૧૫ના અંતે રાજકોટમાં ભેળવવામાં આવ્યું ત્યારથી હાલ ૨૦૨૪ સુધીના છેલ્લ ા ૯ વર્ષ સુધીમાં આજ દિવસ સુધી ત્યાંના દરેક વિસ્તારમાં નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી, રોડ–રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પહોંચી નથી તે વાસ્તવિકતા છે. યારે આરોગ્ય કેન્દ્રો, નવી શાળાઓ, નવા ફાયર સ્ટેશન, નવા બાગ–બગિચા જેવી સુવિધાઓ મળશે તેવી તો કોઠારિયાની જનતાને કલ્પના પણ નથી. બીજી બાજુ હવે કોઠારિયાને સાઉથ ઝોન આપવામાં આવ્યું છે તેમાં વોર્ડ નં.૧૮ના કોઠારિયા ગામતળ ઉપરાંતના વિસ્તારો પણ ભેળવવામાં આવ્યા છે. આજરોજ બજેટની પ્રેસ કોન્ફરન્સમાં કરાયેલી જાહેરાત અનુસાર વોર્ડ નં.૧૫, ૧૬, ૧૭ અને ૧૮ સહિતના ચાર વોર્ડને સાઉથ ઝોનમાં ભેળવવામાં આવ્યા છે અને સાઉથ ઝોન માટે કુલ રૂા.૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે રીતે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન ઓફિસ કાર્યરત છે તે મુજબ કોઠારિયા વિસ્તારમાં ભવિષ્યમાં સાઉથ ઝોન ઓફિસ કાર્યરત થશે અને વહિવટી વિભાજન થશે. ભવિષ્યમાં સાઉથ ઝોન ઓફિસ માટે સંપૂર્ણ નવું સ્ટાફ–સેટઅપ પણ ઉપસ્થિત કરવામાં આવશે. કોઠારિયા વિસ્તારમાં અવાર–નવાર રોષે ભરાયેલા લોકો દ્રારા પ્રાથમિક સુવિધાઓના મુદ્દે ચક્કાજામ, ધારાસભ્યની કારને ઘેરાવ જેવા અનેક કાર્યક્રમો અપાયા હોય અંતે શાસકોએ કોઠારિયા તરફ ધ્ષ્ટ્રી કરી છે અને સાઉથ ઝોનની ભેટ આપી છે. પરંતુ કોઠારિયામાં છેલ્લ ા ૯ વર્ષમાં જેટલા થવા જોઈએ તેટલા વિકાસ કામો થયા ન હોય કોઠારિયા વિસ્તારનો સાઉથ ઝોન એ મહાપાલિકા માટે સૌથી વધુ પડકારજનક બની રહેશે તે નક્કી છે.


માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુર–૧ (પાર્ટ) વિસ્તારને ૨૦૨૦માં રાજકોટ શહેરની હદમાં ભેળવવામાં આવ્યો છે અને આ ત્રણેય ગામના વિસ્તારોનો અમુક હિસ્સો વોર્ડ નં.૧માં અને મોટાભાગનો હિસ્સો વોર્ડ નં.૩માં સમાવિષ્ટ્ર કરાયો છે. માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુર સહિતના વિસ્તારોનો હાલમાં જે રીતે કૂદકે ને ભૂસકે સ્વયંભૂ વિકાસ થઈ રહ્યો છે ત્યારે ત્યાં આગળ નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી સહિતની સુવિધાઓ તાત્કાલિક અસરથી ઘરે ઘરે મળી રહે તે જોવાની પણ શાસકોની જવાબદારી છે. પરંતુ રાજકીય દબાણ અને અમુક લાગવગ ધરાવતા જમીનદારો અને ઉધોગપતિઓના ઈશારે કોઠારિયાને સાઉથ ઝોનની ભેટ ધરી દેવામાં આવી છે. યારે હાલમાં સૌથી વધુ નવા રહેણાંક મકાનો માધાપર, મનહરપુર, ઘંટેશ્ર્વર, નાગેશ્ર્વર સહિતના વિસ્તારોમાં બની રહ્યા છે ત્યારે જો શાસકોએ નોર્થ ઝોનની ભેટ પણ આપી હોત તો શહેરનો સંતુલિત વિકાસ થઈ શકયો હોત. સામાન્ય રીતે યારે પણ ઝોન જાહેર થાય ત્યારે કોઈ એક દિશામાં થતા નથી હોતા. સામસામેની બન્ને દિશામાં ઝોન જાહેર થતા હોય તેવી શહેરી વિકાસની પરંપરા રહી છે.


કોઠારિયા વિસ્તાર ખુબ વિશાળ છે, ભવિષ્યમાં વોર્ડ વિભાજન પણ કરવું પડે તો નવાઇ નહીં: જયમીન ઠાકર
કોઠારિયાને સાઉથ ઝોનની ભેટ આપવાની જાહેરાત કર્યા બાદ તે અંગેનો તર્ક રજૂ કરતા ચેરમેનએ એમ જણાવ્યું હતું કે કોઠારિયા વિસ્તાર ખૂબ વિશાળ છે અને તેના વિકાસ માટે ભવિષ્યમાં વોર્ડ વિભાજન કરવું પડે તો પણ નવાઈ નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application