દિગ્ગજ કંપની પીડબલ્યુસી પ્રાઈસ વોટરહાઉસ કોપર્સ એ કમ્પનીમાં કામ કરતા ૧,૮૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યેા છે.વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, કંપનીએ જાહેરાત કરી છે કે તે ૧,૮૦૦ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવશે.આ બધી છંટણી અમેરિકામાં કરવામાં આવશે. ખાસ વાત એ છે કે છેલ્લા ૧૫ વર્ષેામાં આ પહેલી વાર છે યારે કંપનીએ કર્મચારીઓની છંટણીનો નિર્ણય લીધો છે.
પીડબલ્યુસીની આ જાહેરાતની અસર ઘણા અલગ અલગ વિભાગો પર પડશે. મેનેજિંગ ડિરેકટર, બિઝનેસ સર્વિસ ઓડિટ, એસોસિએટસ અને ટેકસ વિભાગના કર્મચારીઓ પર આ છંટણીની સૌથી વધુ અસર પડશે. આ છંટણી દ્રારા કંપની અમેરિકામાં કામ કરતા ૨.૫ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે. કંપની કાર્યબળને ઘટાડવાનું કામ ઓકટોબર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરી શકે છે. પીડબલ્યુસી અમેરિકાના અધ્યક્ષ પોલ ગ્રિગ્સે આ મામલે એક મેમો જારી કરતાં કહ્યું છે કે આ નિર્ણયની અસર કંપનીના ખૂબ નાના વર્ગના કર્મચારીઓ પર પડશે. આ નિર્ણય હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ કંપનીના હિતમાં જરી છે. તેમણે એમ પણ કહ્યું કે ૨૦૦૯ પછી પહેલી વાર એવું બન્યું છે કે કંપનીએ છંટણીનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે પીડબલ્યુસીએ ૧૫ વર્ષમાં છંટણીનો નિર્ણય તેની સેવાઓની માગમાં ઘટાડો થયા પછી લીધો છે. પોલ ગ્રિગ્સે તેમના મેમોમાં કંપનીની પુનર્રચના યોજના વિશે માહિતી આપતા જણાવ્યું છે કે અમે અમારી ભવિષ્યની યોજનાઓ પર કામ કરતા કંપનીની ટીમોમાં પુનર્ગઠનનું કામ કરી રહ્યા છીએ. આ કારણે અમે ઘણી ટીમોમાં છંટણીનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે કંપનીનો આ નિર્ણય ઘણી રીતે આશ્ચર્યજનક છે કારણ કે તેણે તેની અન્ય હરીફ કંપનીઓની જેમ છેલ્લા ૧૫ વર્ષેામાં એક પણ છંટણી કરી નથી. પરંતુ હવે કંપનીને આ નિર્ણય લેવો પડી રહ્યો છે
સેમસંગમાં પણ છટણીનો દૌર
દક્ષિણ કોરિયાની ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરિંગ કંપની સેમસગં રિસ્ટ્રકચરિંગ કવાયત હાથ ધરી રહી છે અને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ જારી કરી રહી છે. કંપની ભારતમાં સ્માર્ટફોન, હોમ ગુડસ અને કન્યુમર ઇલેકટ્રોનિકસ સહિતના સેગમેન્ટમાં ૨૦૦ થી વધુ કર્મચારીઓની છટણી કરે તેવી અપેક્ષા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech