તત્કાલીન પોસઈ વિંઝુંડા સામે ગુનો દાખલ કરવા ઘોઘા કોર્ટનો આદેશ

  • August 31, 2024 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘોઘા તાલુકાના તગડીના રહીશે જે તે સમયે ઘોઘા પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરવા રાવ નાખી હતી. પરંતુ ફરીયાદ ન લઈ અરજી લેવામાં આવી હતી. જે મામલે ઘોઘા કોર્ટમાં ફરીયાદ આપતા કોર્ટે પીએસઆઈ વિંઝુંડા સામે ગુનો દાખલ કરવા અને આગામી તા. ૧૦.૧૦ના કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યુ હતું.
ઘોઘા તાલુકાના તગડી ગામે રહેતા જગદીશકુમાર આનંદરામ ગોંડલીયાના માતા સરીતાબેનના વડવાઓને રજવાડાએ ભુતેશ્વર ગામે આપેલ ખેડવાણ જમીન હડપવા માટે આરોપીઓએ બાપનું નામ અને અટક બદલી પેઢી આંબો બદલી નાંખી સાલ- ૧૯૮૧ માં તેઓની જમીન હડપી લઈ તે
જમીન પર ગેરકાયદેસર કબજે કર્યાની સર્પોટીંગ આધારો સાથેની ફરીયાદ જગદીશકુમાર ગોંડલીયાએ ગઈ તા. ૦૮-૦૭-૨૦૨૧ ના રોજ ઘોઘા પોલિીસ સ્ટેશન ખાતે ૧૬ આરોપી વિરૂધ્ધ આપી એફ.આઈ.આર નોંધવા ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.કે.વિંઝુડા અને ત્યારબાદ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજુઆત કરતા પી.એસ. આઈ. એન.કે.વિંઝુડા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમની ફરીયાદની એફ.આઈ.આર. નોંધવાનો સ્પષ્ટ ઈન્કાર કરતા ફરીયાદીએ તેમની કોગ્નીઝેબલ ગુનાની ફરીયાદ સબંધે સુપ્રિમ કોર્ટના જજમેન્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહી કરવા અને તેમની કોગ્નીઝેબલ ગુનાની ફરીયાદની એફ. આઈ.આર. નહી નોંધવા બદલ તેમના
વકીલ હિરેન બધેકા  મારફ્ત પી.એસ.આઈ. એન.કે. વિંઝુડા વિરૂધ્ધ ગુનો દાખલ કરવા ઘોઘા કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. ઉક્ત મામલે ઘોઘાના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ગૌરવભાઈ બી. શિયાગે ફરીયાદીના વકીલ હિરેન વી.બધેકાની રજુઆતો અને કાયદાની કાયદાકીય જોગવાઈ તથા સુપ્રિમ કોર્ટનું એફ.આઈ.આર.નોંધવા સબંધેનું જજમેન્ટ અને તેની ગાઈડલાઈન અને કેસનું સમગ્ર રેકર્ડ અને જુદી જુદી કચેરીઓ મારફ્ત રજુ થયેલ દસ્તાવેજી આધાર પુરાવાઓ ધ્યાને લઈ ઘોઘા પોલીસ સ્ટેશનના જવાબદાર પી.એસ. આઈ. એન.કે.વિંઝુડા વિરૂધ્ધ આઈ.પી. સી. કલમ ૧૬૬-અ મુજબનો ગુનો દાખલ કરવાનો હુકમ ફરમાવી તારીખ ૧૦-૧૦-૨૦૨૪ ના રોજ ઘોઘા કોર્ટમાં હાજર થવા આદેશ ફરમાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application