લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર, બેઠો પુલ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો

  • July 10, 2023 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના લાઠી શહેર નજીકથી પસાર થતી ગાગડિયા નદીમાં ઘોડાપુર આવ્યું હતું.જેને પગલે બેઠલા પૂર પરથી નદીના પાણી ફરી વળ્યા હતા. જેથી રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહનોની અવર-જવર પણ બંધ થઈ હતી.  લાઠી પંથકના ગ્રામ્ય વિસ્તાર તેમજ બાબરા પંથકના ગામોમાં ગત રાત્રિના સમયે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ગાંગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.સતત છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ રહેવાને કારણે નદી પાણીથી છલકાઈ ઉઠી હતી અને પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો.આ નદીમાં પાણીની ભરપૂર આવક થવાને કારણે લાઠી શહેરમાં આવેલ બેઠલો પુલ પાણીમાં ગરકાવ થયો હતો. જેને પગલે અંહીથી થતી નાના-મોટા વાહનોની અવર-જવર બંધ થઈ હતી. 
ચોમાસું શરૂ થયાની સાથે જ અંહી પહેલી વાર પૂર આવવાને કારણે લોકો પાણીના પ્રવાહને જોવા માટે નદી કિનારે પંહોચી ગયા હતા અને જેને લઈને લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. નદીમાં પાણીની આવક થવાને કારણે આસપાસના અનેક ગામોમાં ખેડૂતોને મોટો ફાયદો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application