જેતપુરમાં નગરપાલિકાના ગૂંચવાયેલા કોકડામાં ઘી, ઘીના ઠામમાં પડી ગયું હોવાનો જયેશ રાદડિયાનો દાવો

  • February 03, 2025 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ટીકીટ કપાઈ ગયાના વિવાદમાં પૂર્વ પ્રમુખ સખરેલિયાની ટીકીટ કપાવા બાબતે સર્જાયેલા વિવાદનું કોકડુ ઉકેલવા મવડી મંડળ દ્રારા પૂર્વ મંત્રી ધારાસભ્ય જયેશ રાદડિયાને જવાબદારી સોંપતા તેમણે મિટીંગોનો દોર યોજીને પત્રકાર પરિષદમાં ઘી ઘીના ઠામમાં પડી ગયું હોવાની જાહેરાત કરી હતી.જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ભાજપે ૪૨ ઉમેદવારોને મેન્ડેટ આપ્યો યારે છેલ્લ ી ઘડીએ પૂર્વ ઉપપ્રમુખ સુરેશભાઈ સખરેલીયા અને એસપીજીના સૌરાષ્ટ્ર્ર પ્રાંતના પ્રમુખ કલ્પેશ રાંકના નામનો મેન્ડેટ પાર્ટીએ આપવાનો ઇન્કાર કરતા સ્થાનિક રાજકારણમાં ભૂકપં સર્જાય ગયો હતો. પૂર્વ પ્રમુખને મેન્ડેટ મળે તે માટે જયેશ રાદડિયાએ અથાગ પ્રયત્ન કર્યા પરંતુ તેને સફળતા ન મળી. જેથી પૂર્વ પ્રમુખે તેમના નિવાસ સ્થાને મેન્ડેટ મળેલા બાકીના ૪૨ સભ્યોની એક બેઠક બોલાવી અને આ બેઠકમાં આ ૪૨ ઉમેદવારો પૂર્વ પ્રમુખના સમર્થનમાં તેમના ફોર્મ પરત ખેંચી લેશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ પ્રદેશ મોવડી મંડળે ડેમેજ કન્ટ્રોલની જવાબદારી જયેશ રાદડિયાને સોંપી હતી.
જેથી જયેશભાઈ દ્રારા આજ સવારથી જ તેમના નિવાસ સ્થાને પૂર્વ પ્રમુખ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો સાથે બેઠકોનો દોર ચાલુ કર્યેા હતો. ત્યારબાદ સાંજના સમયે તમામ ૪૨ ઉમેદવારો તેમજ પાર્ટીના આગેવાનો સાથે લેઉઆ પટેલ સમાજે બેઠક કરી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદ બોલાવી જેમાં જયેશભાઇ ઘી ના ઠામમાં ઘી પડી ગયું હોવાની જાહેરાત કરી હતી. અને કાલથી જ તમામ ઉમેદવારોને પ્રચારમાં લાગી જવાનું જણાવી ફરીથી ભાજપ નગરપાલિકામાં બહત્પમતીથી શાસનમાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ સુરેશભાઇ સખરેલીયાએ પોતાની ટીકીટ પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટે જ કાપી હોવાનો આક્ષેપ કર્યેા હતો અને જયેશ રાદડિયાએ સ્થાનિક આગેવાન જે પ્રદેશમાં હોદ્દેદાર છે તે ભાજપ નબળો કેમ પડે તે માટે ટીકીટ કાપી હોવાનું જણાવી પૂર્વ પ્રમુખના આક્ષેપને આડકતં સમર્થન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application