વર્તમાન ચેરમેન પ્રવિણસિંહ ઝાલાના પુત્ર જયપાલસિંહ અને મુકુંદભાઇ સભાયાના નામ પણ નવા મેન્ડેટમાં આવી જતા વિવાદ પર મૂકાયું પૂર્ણવિરામ: લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા સમજદારીથી લેવાયું કામ
હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં બે ધુરંધરોના નામ મેન્ડેટમાં કપાયા હોવાની વાત સામે આવ્યા પછી બગાવત થવાની જે ભીતિ પેદા થઇ હતી, તે દૂર થઇ છે અને ગઇકાલે આજકાલ દ્વારા આપવામાં આવેલા સંકેત મુજબ ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, નવું મેન્ડેટ આવી ગયું છે અને તેમાં કહેવાતા રુઠેલા બે નામનો સમાવેશ કરી દેવામાં આવતા હવે વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે, યાર્ડની ચૂંટણીમાં હવે કમસેકમ ભાજપ પ્રેરિત પેનલને લઇને કોઇ સવાલો રહ્યા નથી.
ઉમેદવારી પત્રના અંતિમ દિવસે અપેક્ષિત એવા વર્તમાન ચેરમેન પ્રવિણસિંહ ઝાલાના પુત્ર અને તાલુકા ભાજપ પ્રમુખના નામ હાપા માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગની પેનલમાં મેન્ડેટમાં નહીં આવ્યું હોવાનું સામે આવ્યા બાદ વિવાદ જાગ્યો હતો અને જામનગરથી પાટનગર ગાંધીનગર સુધી મોબાઇલ પર વ્યાપક ચર્ચાઓ થઇ હતી, એક તબક્કે તો એવું કહેવાયું હતું કે જો કોઇ સુધારા ન આવે તો કદાચ જેના નામ કપાયા એ બન્ને બગાવત કરી શકે છે, છેલ્લા બે દિવસથી આ મડાગાઠ ચાલતી હતી, પરંતુ આખરે નવું મેન્ડેટ આવી ગયું છે.
જિલ્લા ભાજપ અઘ્યક્ષ રમેશભાઇ મુંગરાને સંબોધિત તા. રપ/૧ ના રોજ એટલે કે આજે આવેલા મેન્ટેડમાં ખેડૂત વિભાગના ૧૦ અને વેપારી વિભાગના ૪ ઉમેદવારોના નામ પ્રદેશ તરફથી આવી ગયા છે અને આ બધા ઉમેદવારો હવે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના નેજા હેઠળ યાર્ડની ચૂંટણી લડશે, આગામી તા. પ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે.
અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી માથે છે, આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી કોઇ વાદવિવાદ સર્જાઇ એવું ઇચ્છતી નહીં અને કદાચ એ માટે જ રુઠેલાઓને મનાવી લેવામાં આવ્યા છે, બે દિવસ સુધી ચાલેલા ડ્રામાનો અંત આવ્યો છે.
***
નવા મેન્ટેડમાં આવેલા નામ
(૧) ઉમેદસંગ ભવાનસંગ જાડેજા, (ર) અશ્ર્વિનભાઇ વિનોદભાઇ છૈયા (૩) પ્રઘ્યુમનસિંહ માલુભા જાડેજા (૪) જીતેનભાઇ કરશનભાઇ પરમાર (પ) મુકુંદભાઇ ખોડાભાઇ સભાયા (૬) વિપુલભાઇ ચંદ્રેશભાઇ કોરડીયા (૭) જમનભાઇ ડાયાભાઇ ભંડેરી (૮) ચંદ્રેશભાઇ રામજીભાઇ સોજીત્રા (૯) દયાળજીભાઇ મોહનભાઇ ભીમાણી (૧૦) જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા (નોંધ: પ્રદેશ તરફથી આવેલા મેન્ડેટમાં જયપાલસિંહ પ્રવિણસિંહની સરનેમ ઝાલાના બદલે જાડેજા લખવામાં આવી છે, જો કે જિલ્લા ભાજપના વર્તુળોએ એવી ચોખવટ કરી છે કે આ ભૂલ થઇ છે, સરનેમ ઝાલા છે.
***
જુના મેન્ડેટ પ્રમાણે કોણ કપાયા ?
હાપા માર્કેટ યાર્ડની ચૂંટણી આમ તો વર્તમાન સંજોગોમાં કેસરીયા ઝંઝાવાત અનુસાર આસાનીથી ભાજપને મળી જવાના સંકેતો છે, પરંતુ જુના મેન્ટેડમાં જે નામ આવ્યા હતા, તેની સામે વિરોધ જાગ્યો હતો અને ફરી નવું મેન્ટેડ આવી ગયું છે અને ત્યારે સ્વાભાવિક રીતે કોણ કપાયું ? તેનો અંદાજ મેળવવો પડે અને એ અનુસાર જુના મેન્ડેટમાં જગદીશસિંહ જાડેજા તથા પ્રભાતભાઇ મકવાણાના નામ આવ્યા હતા, જે નવા મેન્ડેટમાં ન હોવાથી આ બન્ને કપાયા હોવાનું માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech