સની દેઉલની ફિલ્મ ગદર એક પ્રમ કથા 22 વર્ષ બાદ ફરી રિલીઝ થશે

  • May 27, 2023 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ફિલ્મની સિક્વલ પહેલા ડિરેક્ટર દેશમાં જામેલ માહોલનો લાભ લેવા માગે
  • નવેસરથી ફિલ્મનું ટ્રેલર બહાર પડાયું, હવે 9 જૂને 4K ડોલ્બીમાં ફિલ્મ રિલીઝ થશે


દેશમાં ચાલી રહેલા ઉન્માદી વાતાવરણનો લાભ લેવા માટે સની દેઉલની ફિલ્મ ગદર એક પ્રેમ કથા 22 વર્ષ બાદ ફરી એક વાર રિલીઝ કરાઇ રહી છે. ડિરેક્ટર અનિલ શર્માનું માનવું છે કે 'ગદર: એક પ્રેમ કથા' એટલા માટે હિટ નથી થઈ કારણકે તેમાં ભારત-પાકિસ્તાનનો એંગલ હતો. તે હિટ થઈ કારણકે તેમાં ભાવનાઓ જોડાયેલી હતી. આ એક લવ સ્ટોરી હતી. હવે 'ગદર 2'ની રિલીઝ પહેલા ફિલ્મ 'ગદર એક પ્રેમ કથા તારીખ 9મી જૂને સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ રહી છે.


બે દાયકા પહેલા જ્યારે ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'  રીલિઝ થઈ હતી ત્યારે આ ફિલ્મે ધૂમ મચાવી હતી. થિયેટરો હાઉસફુલ થઈ ગયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. હવે 22 વર્ષ પછી આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સની દેઓલ સહિત ફિલ્મની આખી સ્ટાર કાસ્ટે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા છે. આ શેર કરતી વખતે સની દેઓલે લખ્યું કે...

 એ જ પ્રેમ, એ જ વાર્તા, પરંતુ આ વખતે લાગણી અલગ હશે. 'ગદરઃ એક પ્રેમ કથા' ફરીથી થિયેટરોમાં પરત ફરી રહી છે, તે પણ તારીખ 9 જૂને. આ ફિલ્મ 4K અને ડોલ્બી સાઉન્ડમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે.



 15 જૂન, 2001ના દિવસે બોલિવૂડ સુપરહિટ ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' રિલીઝ થઈ હતી. ત્યારે 'ગદર: એક પ્રેમ કથા'ના ડિરેક્ટર અનિલ શર્માએ આ ફિલ્મના 'હેન્ડપમ્પ'વાળા જાણીતા સીનને યાદ કર્યો કે જે સની દેઓલ ઉખાડી ફેંકે છે. તેમણે કહ્યું કે બુદ્ધિજીવીઓ આ સીન સમજવામાં નિષ્ફળ રહ્યા.
 
ગદર: એક પ્રેમ કથા'ના 'હેન્ડપમ્પ'વાળા સીનને યાદ કરતા ડિરેક્ટર અનિલ શર્માએ કહ્યું કે આ સીનમાં હેન્ડપમ્પ ઉખડવાની સાથે-સાથે ભાવનાઓનો પણ વિસ્ફોટ હતો. જે પ્રતીકાત્મક હતું. પરંતુ, બુદ્ધિજીવીઓ આ સીનને સમજી નહીં શકે કારણકે તેઓ તેમાં માત્ર લોજિક શોધતા રહી ગયા. થિયેટરમાં બેઠેલા દરેક લોકોએ આ સીનને જોઈને તાળીઓ વગાડી.

અનિલે વધુમાં જણાવ્યું કે...

 'લોકો મને પૂછતા હતા કે શું આ સંભવ છે? મેં કહ્યું કે જ્યારે રામાયણમાં લક્ષ્મણને સંજીવની જોઈતી હતી ત્યારે હનુમાનજી આખો પહાડ ઉઠાવી લાવ્યા હતા. તારા સિંહ (સની દેઓલ) ભલે હનુમાન ના હોય પણ હેન્ડપમ્પ તો ઉખાડી જ શકે છે. જ્યારે હેન્ડપમ્પનો આ સીન લખાયો ત્યારે ઘણાં લોકો સહમત નહોતા. પરંતુ, બુદ્ધિજીવીઓ એ વાત નથી જાણતા કે આ સીને એક પ્રકારે ભાવનાત્મક વિસ્ફોટ હતો. થિયેટરમાં બેઠેલા લોકો આ સીન સાથે ભાવનાત્મકરીતે જોડાઈ ગયા હતા અને તાળીઓ વગાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application