કાશ્મીરની સંસ્કૃતિના પ્રતીક ચિનાર વૃક્ષોના સંરક્ષણ અને સંભાળ માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં હજારો ચિનાર વૃક્ષોનું જીઓ-ટેગિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી વિગતવાર ડેટાબેઝ તૈયાર કરી શકાય. શહેરીકરણ, રસ્તા પહોળા કરવા અને રોગોને કારણે વૃક્ષોને થતા નુકસાનને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સેંકડો ચિનાર વૃક્ષોનો નાશ થયો છે.
જીઓ-ટેગિંગ હેઠળ, દરેક ચિનાર વૃક્ષ પર એક ક્યુઆર કોડ મૂકવામાં આવી રહ્યો છે. કોડમાં 25 પ્રકારની માહિતી નોંધવામાં આવી છે, જેમાં વૃક્ષનું સ્થાન, ઉંમર, આરોગ્ય અને વૃદ્ધિ પેટર્નનો સમાવેશ થાય છે. આનાથી પયર્વિરણવાદીઓ વૃક્ષોમાં થતા ફેરફારો પર નજર રાખી શકશે અને ખતરનાક પરિબળોને દૂર કરી શકશે. લોકો પણ ક્યુઆર કોડ સ્કેન કરીને વૃક્ષો વિશે વિગતવાર માહિતી મેળવી શકશે. પ્રોજેક્ટ હેડ સૈયદ તારિકના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 29,000 ચિનાર વૃક્ષોને જીઓ-ટેગ કરવામાં આવ્યા છે. નાના કદના કેટલાક વૃક્ષો પર ટેગ લગાવવામાં નથી આવ્યા. આને પણ ટૂંક સમયમાં ટેગ કરવામાં આવશે. તારિકે કહ્યું કે અમે અલ્ટ્રાસોનોગ્રાફી-આધારિત ઉપકરણો (યુએસજી) નો ઉપયોગ શરૂ કર્યો છે જે કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના જોખમનું સ્તર માપી શકે છે. આ સાધન વૃક્ષોના જોખમી પરિબળોનું મૂલ્યાંકન કરશે.
ચિનારના ઝાડને સંપૂર્ણ રીતે વિકસતા લગભગ 150 વર્ષ લાગે છે. તે 30 મીટરની ઊંચાઈ અને 10 થી 15 મીટરના ઘેરાવા સુધી વધી શકે છે. વિશ્વનું સૌથી જૂનું ચિનાર શ્રીનગરની બહાર આવેલા વિસ્તારમાં આવેલું છે. તેની ઉંમર લગભગ 650 વર્ષ હોવાનું કહેવાય છે.
1947 પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ચિનારની સંખ્યા 45 હજારથી વધુ હતી. એંસીના દાયકાથી તેમની સંખ્યા ઘટી રહી છે. વર્ષ 2017 માં કરવામાં આવેલી ગણતરી મુજબ, રાજ્યમાં 35 હજારથી વધુ ચિનાર છે. આમાં વાવેલા વૃક્ષોનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે 2020 થી ચિનાર દિવસની ઉજવણી શરૂ કરી. આ દિવસે નવા વૃક્ષો વાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech