કાલે ઓખા નગરપાલીકાની સામાન્ય સભા: સુકાની થશે જાહેર

  • May 21, 2024 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારાસભ્ય,ડીડીઓ,ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં નવી ટીમની થશે  બિનહરીફ વરણી



ઓખા નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખની મુદત ગત માસે પૂર્ણ થઈ જતાં કાલે ૨૨-૦૫-૨૦૨૪ બુધવારના રોજ બપોરે એક વાગ્યે સામાન્ય સભા યોજાશે.


ગત ટર્મમા પ્રમુખ, ઉપપ્રમુખ અનામત સીટના રહ્યા હતા આ ટર્મ જનરલના પ્રમુખ, ઉપપ્રમુખ આવવાના હોવાથી દરેક સભ્યો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.કુલ ૩૬ સભ્યોમાંથી ૩૪ સભ્યો ભાજપના છે અને બે સભ્યો કોંગ્રેસના છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુર ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ દ્વારા નિયૂકત કરવામાં આવેલ નિરિક્ષકો પરબતભાઇ વરૂ (ઉપપ્રમુખ જિલ્લા ભાજપ)તથા ધિરૂભાઈ ટાકોદરા (કોષાધ્યક્ષ જિલ્લા ભાજપ) દ્વારા સેન્સની પ્રક્રિયા તા.૧૮-૦૫-૨૦૨૪ બુધવારના રોજ સાંજે ચાર વાગ્યે લેવામાં આવી હતી જેમાં ધારાસભ્ય પબુભા માણેક સહિતના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા


નિયુક્ત પામનાર પ્રમુખ અને ઉપપ્રમુખ જનરલ કેટેગરીમાંથી આવવાના હોય જનરલ જ્ઞાતિમાં આવતા દરેક ચૂંટાયેલા સભ્યો પ્રમુખ, ઉપપ્રમુખના પદ માટે પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે અઢી વર્ષ પહેલાં ઓખા નગરપાલીકા ભાજપે ધારાસભ્ય પબુભા માણેકની આગેવાની હેઠળ તોતિંગ બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો હતો.


અઢી વર્ષ સુકાન બક્ષી પંચ પાસે હતું પ્રમુખ તરીકે ઉષાબેન ગોહિલ ઉપપ્રમુખ કાદરભાઈ પટેલની મુદ્ત ગયા મહીને જ પૂર્ણ થઈ હતી,હવે  પછીના અઢી વર્ષ માટે જનરલ સભ્યોમાંથી ભાજપ નવી ટીમની પસંદગી કાલે યોજાનાર સામાન્ય સભામાંથી કરશે.


શનીવારે જિલ્લા પ્રમુખ મયુર ગઢવી તથા મહામંત્રી યુવરાજ વાઢેરના માર્ગદર્શન હેઠળ સેન્સ લેવામાં આવી હતી આ સેન્સ પ્રક્રિયામાં નિરિક્ષકો પરબતભાઇ વરુ, ધીરૂભાઇ ટાકેદારોએ સભ્યોની મુલાકાત લીધી અને તેમની રજૂઆત સાંભળી હતી.

કાલે યોજાનાર સામાન્ય સભામાં ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, ડીડીઓ પૃથ્વીરાજસિંહ ગોહીલ,ચીફ ઓફિસર શુકલાની ઉપસ્થિતિમાં તમામ હોદ્દેદારોના નામ બિનહરીફ જાહેર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News