જિલ્લા માહિતી કચેરી પાસે કાર્યરત સેન્ટર પેઈડ ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે રાખી રહ્યું છે નજર
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પેઇડ ન્યૂઝ અને જાહેરખબરો ઉપર તેમજ સોશિયલ મીડીયા પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-2 જામનગર ખાતે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે મુલાકાત લીધી હતી.
ઑબ્ઝર્વરઓએ સેન્ટર ખાતે થઈ રહેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા પર ડિસ્પ્લે થતી જાહેર ખબરો અને તેનું પૂર્વ પ્રમાણીકરણ વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડી નોડલ અધિકારીઓને જરૂરી સૂચનો કયર્િ હતા. તેમજ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ સેન્ટર દ્વારા મોનીટરીંગની જે કામગીરી કરાઇ રહી છે તેની વિગતો એમસીએમસી નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક દેવેન્દ્ર કડિયા પાસેથી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો ઑબ્ઝર્વરઓને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતોના મોબાઈલ નં. 9023380341, પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલ કુમાર નાસ્કરના મોબાઈલ નં. 8799136044 અને ખર્ચ ઑબ્ઝર્વર અવિજિત મિશ્રાના મોબાઈલ નં. 8160916519 ઉ5ર સંપર્ક કરી શકાશે. તેઓ લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે 2,3 અને 6 પર નાગરિકોને બ મળી શકશે. જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરને સવારે 10 થી 11 અને ખર્ચ ઓબ્ઝર્વરને સાંજે 4 થી 5 ના સમય દરમિયાન સર્કિટ હાઉસ ખાતે લોકો ફોન ઉપર મંજુરી મેળવ્યા બાદ બ મળી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech