બોટાદના આધેડના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉઠાવી જનાર ગઠિયો ઝડપાયો

  • February 10, 2024 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમયથી બંધ નંબર મોબાઈલ કંપનીએ અન્યને ફાળવી દેતા બોટાદના આધેડના સિહોર બેન્કમાં પડેલા પૈસા ગાંઠિયો ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે સુરતથી શખ્સને ઝડપી લીધો હતો.



બોટાદ જિલ્લમાં રહેતા રહેતા આઘેડનું બેંક એકાઉન્ટ શિહોર ખાતે આવેલી એચડીએફસી બેન્ક ખાતે હોય અને તેમના બેંક ખાતા સાથે મોબાઈલ નંબર કરાવેલો હોય દરમ્યાનમાં આધેડનો ફોન ઘણા લાંબા સમય સુધી બંધ રહેતા કંપની દ્વારા આ મોબાઈલ નંબર અન્ય વ્યક્તિને ફાળવી દેવામાં આવ્યો હતો આ મોબાઈલ ધારકે આધેડના ખાતામાંથી કટકે કટકે રૂપિયા ઉપાડી ઓનલાઈન અને ગૂગલ-પે દ્વારા પેમેન્ટ કરી રૂ.૧૨.૬૯ લાખની છેતરપિંડી આંચરી હોવાની ફરિયાદ શિહોર પોલીસ મથકમાં નોંધાઈ હતી .આ બનાવ સંદર્ભે સિહોર પોલીસ છેતરપિંડી આચરનાર શખ્સને સુરતથી ઉઠાવી લીધો હતો.


આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોટાદ ખાતે રહેતા રહીમભાઈ શાદરૂદિનભાઈ રોયે સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તે એવી રીતે કે રહીમભાઈનું શિહોર એચડીએફસી બેંકમા સેવીંગ એકાઉટ છે. અને આ એકાઉંટમા પોતાના મોબાઈલ નંબર જોઈન્ટ કરેલ હતો. પરંતુ મોબાઈલ નંબર લાંબા સમય સુધી બંધ રહ્યો હતો. આ સીમકાર્ડ કંપની દ્વારા અન્ય વ્યક્તિને ફાળવેલ દીધો હતી.આ સીમકાર્ડ સીમ કાર્ડ નંબરનો લાભ ઉઠાવી રહીમભાઈનાં બેંક એકાઉંટમાથી ક્રેડીટ કાર્ડ મેળવી ક્રેડીટ કાર્ડ પર જુદી જુદી તારીખમા રહીમભાઈના ખાતામાં રહેલા રૂપિયા તથા કેડીટ કાર્ડ મારફતે ઓનલાઈન પેટીએમ તથા ગુગલ-પે વિગેરે થી કુલ રૂ.૧૨,૬૯,૮૬૦ ની ખરીદી તેમજ ટ્રાન્સફર કરી હાલ મોબાઈલ ધારકે રહીમભાઈ સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી હોવાની ફરિયાદ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ મામલે સિહોર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. અને આધેડના મોબાઈલ નંબર પરથી એકાઉન્ટનો ઉપયોગ કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગિરીશ કાનજીભાઈ મુંજાંણી ( રહે.સુરત વરાછા)ને સુરત ખાતે થી ઝડપી લોધો હતો. અને પોલીસે શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application