ચાર શખ્સ સામે ફરીયાદ : પટણીવાડમાં જુની માથાકુટનો ખાર રાખી વૃઘ્ધને મારી નાખવાની ધમકી
જામનગરના લાલબંગલા નવી કોર્ટ બિલ્ડીંગ નજીક ગુજરાત ગેસમાં નોકરી કરતા કર્મચારીને અગાઉની માથાકુટનો ખાર રાખીને ધમકી દીધાની ચાર શખ્સો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે, જયારે પટણીવાડ વિસ્તારમાં અગાઉની અદાવતના કારણે એક વૃઘ્ધને પાઇપ, ધોકાઓ સાથે ધસી આવેલા શખ્સોએ મારી નાખવાની ધમકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો છે.
જામનગરના ગોકુલનગર હાર્ડવેરવાળી શેરીમાં રહેતા અને ગુજરાત ગેસમાં નોકરી કરતા કેતન કેશુભાઇ વશરા (ઉ.વ.27) નામના યુવાન ગત તા. 20ના બપોરના સુમારે કોર્ટ મુદતે ગયા હતા અને ત્યાથી નવી કોર્ટ બિલ્ડીંગમાં નીચે આવ્યા હતા.
દરમ્યાન આરોપી હાજી હમીરની સામે અગાઉ જુની માથાકુટ થયેલ હોય જે માથાકુટનો ખાર રાખી લાલબંગલા કોર્ટ બિલ્ડીંગથી બહાર જતા ફરીયાદીની પાછળ પાછળ આરોપીઓ આવ્યા હતા અને ગ્રાઉન્ડ ફલોર પાસે આરોપીઓએ ફરીયાદી કેતનભાઇને ભાગમાં હવે તારો વારો તેમ કહી ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.
આ બનાવ અંગે કેતનભાઇ વશરા દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં મસીતીયા ગામના હાજી હમીર ખફી, શંકરટેકરીના શિવરાજસિંહ ઉર્ફે શિવો મહેન્દ્રસિંહ જાડેજા, જામનગરના મુખ્તાર આદમ કમોરા અને ફીરોજ જુનુસ સંઘાર નામના ચાર ઇસમો વિરૂઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
અન્ય એક ફરીયાદમાં શહેરના પટણીવાડમાં રહેતા હાજી રજાક નુરમામદભાઇ ચૌહાણ (ઉ.વ.75) નામના વૃઘ્ધ ગત તા. 24ના રોજ રાત્રીના પોણા દસ વાગ્યાના સુમારે પોતાના ઘરની બહાર નીકળતા હતા ત્યારે આરોપીઓએ અગાઉની માથાકુટનો ખાર રાખીને હાથમાં ધોકા, પાઇપ સાથે આવી જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.
આ અંગે હાજી રજાકભાઇ ચૌહાણ દ્વારા સીટી-એ ડીવીઝનમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા અકીલ અસગર શેખ, મહમદ અખ્તર પંજા, ઇસ્માઇલ ખાટકી અને સદામ અસગર શેખ નામના ચાર શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech