હાપા માર્કેટીંગ યાર્ડમાં લસણના ભાવમાં કડાકો: ૧૫૫૦ ભાવ બોલાયો

  • February 08, 2025 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે લસણના ભાવમાં ભારે કડાકો બોલ્યો હતો અને ૨૦ કિલો લસણના રૂ.૧૫૫૦ બોલાયા હતાં, એક જ દિવસમાં ૯૨૭૫ મણ મગફળી આવી હતી જયારે અજમા ૪૬૫૫ અને મરચાનો ભાવ રૂ.૩૦૫૦ બોલાયો હતો.
​​​​​​​
માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે ૯૮૨ ખેડુતોની ૧૨૫૩૬ જણસ આવી હતી, જેમાં ઘઉં ૧૩૦ મણ, ચણા ૨૪૫, મગફળી ૯૨૭૫, એરંડા ૧૧૫, તલ ૨૪૮, રાય ૧૯૦, લસણની ૧૦૮૯, કપાસ ૪૩૫૮, જીરૂ રૂ. ૧૨૫૭, સુકી ડુંગળી ૫૭૧૦, મરચાની ૭૧૧ મણની આવક થઇ હતી જયારે હરરાજીમાં ઘઉંના ભાવ રૂ.૫૫૦ થી ૬૬૦ બોલાયા હતાં. .૧૪૦૦, અડદ રૂ.૯૦૦ થી ૧૨૬૦, તુવેર ૧૧૦૦ થી ૧૨૪૦, ચણાના રૂ.૯૮૦ થી ૧૧૫૩, એરંડા રૂ.૧૧૦૦ થી ૧૨૧૫, રાય રૂ.૧૦૨૫ થી ૧૨૭૦, લસણ રૂ.૫૦૦ થી ૫૨૫, કપાસ રૂ.૧૦૦૦ થી ૧૪૯૫, જીરૂ રૂ.૩૬૫૦ થી ૩૮૭૫, સુકી ડુંગળી રૂ.૧૨૦ થી ૪૮૦, મરચા રૂ.૫૩૫ થી ૩૦૫૦, વટાણા રૂ.૨૫૦૦ થી ૨૫૫૦ના ભાવ બોલાયા હતાં જયારે ગઇકાલે ધાણા, સોયાબીન, કાળા તલ અને ગુવારની કોઇ આવક થઇ ન હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application