ચોટીલામાં ઘણાં દિવસોથી ઉભરતો કચરો યાત્રાધામની ગરિમા ઝંખવે છે!

  • November 28, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લ ા ઘણાં વર્ષોથી ચોટીલામાં સુવિધાઓ કરતા દુવિધાઓ વધુ જોવા મળે છે ત્યારે દિપાવલી પહેલાજ ૬૦ જેટલા સફાઇ કામદારોએ ૩ માસના ચડત પગાર સહિતના મુદ્દે હડતાળ ઉપર ઉતરી પાલિકા સામે લડતના મંડાણ કરતા સફાઇ બાબતે શહેરમાં ૧૫ દિવસથી ૪૦ હજાર જેટલી વસ્તી જાણે બાનમાં મુકાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે લતાવાઇઝ થતી સફાઇ અટકી પડતા અનેક સ્થળો અને ગલીઓમાં કચરા જાણે સ્વાગત કરતા હોય તેવું જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં લોકો જાતે સફાઇ કરી આંગણુ ચોખ્ખુ રાખવાનો પ્રયાસ કરાય છે, પાલિકા દ્વારા કચરો બહાર ન ફેકવા પરંતું એકત્ર કરી કચરા ગાડીમાં નાખવા અનુરોધ કરાયો છે પરંતુ અમલવારી ફક્ત સમજુ નાગરિક પુરતી મર્યાદિત રહે છે. ત્યારે તંત્ર દ્વારા કેટલાક મજુરો થકી રાત્રીના વિસ્તારોની સફાઇ કરવાનું કાર્ય હાથ ધરાયું છે અને હડતાલ હોવા છતા શહેરને સાફ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે ચોટીલાની મેઇન બજાર સહિત અનેક વિસ્તારોમાં છેલ્લ ા ૧૫ દિવસથી સંપૂર્ણ સફાઇ ન થવાથી ઠેર ઠેર કચરાને કારણે યાત્રાધામ ની ગરીમા ઝંખવાતી હોય તેવા દ્રશ્યો સર્જાય સ્થાનિક રાજકારણમાં પાલિકા નું સુકાન ૨૪ માંથી ૨૨ ની બહુમતી લોકોએ આપતા વિપક્ષ વિહોણી પાલિકા છે આઠ મહિનાથી ખોદાયેલ રોડ અને ઉડતી ડમરીઓ ધૂળ ખાઈ ટેવાય ગયા છે ત્યારે સફાઇ અંગે પણ ટેવાઇ જશે તેવી ગુફતેગું એ જોર પકડયું છે 

​​​​​​​સફાઇ કામ કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર જવાની શક્યતા? 
છેલ્લ ા પાચ વર્ષ થી પાલિકામાં ભાજપ શાસન છે ગત ટર્મમાં એક તરફી સુકાન નો જનાદેશ મળ્યો છે ઘણાં સમયથી સ્વ ભંડોળ તળીયે છે પગાર સમયે ન થતા સફાઇ કર્મી હડતાળ ઉપર ગયા છે તહેવાર ઉપર રાત્રીના અન્ય મજુરો લાવી કેટલા વિસ્તારમાં સફાઇ કરી હતી સફાઇ કર્મી હડતાળ ને ૧૫ કરતા વધુ દિવસો થયા છે ઉકેલ આવ્યો  નથી જે જોતા સફાઇ કર્મીને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા નો લાભ કોઇને અપાય તો નવાઇ નહીં તેવી શક્યતા એ જોર પકડયું છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application