નંદનવન સોસાયટીમાં ગેરેજ સંચાલક પર પાઇપ વડે હુમલો: હાથપગ ભાંગી નાખ્યાં

  • April 09, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નંદનવન સોસાયટીમાં રહેતા અને રૈયા ગામે ગેરેજ ચલાવતા યુવાન પર બે શખસોએ પાઇપ વડે હત્પમલો કરી તેના હાથ–પગ ભાંગી નાખ્યા હતાં.યુવાનના પરિવાર સાથે આરોપીએ બે વર્ષ પૂર્વે ઝઘડો કરી કરના કાચ ફોડી નાખ્યા હોય જે અંગે પોલીસ ફરિયાદ કરી હોય જે કેસ પાછો ખેંચી લેવાનું કહી હત્પમલો કર્યેા હતો.અ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મતળી વિગતો મુજબ,નંદનવન સોસાયટી આરોગ્ય કેન્દ્ર પાસે રહેતા અને રૈયા ગામ સ્મશાન પાસે ગેરેજ ચલાવતા હાર્દિક મહેન્દ્રભાઇ પંડયા(ઉ.વ ૩૦) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લમણ પોપટભાઇ બાંભવા અને ભરતના નામ આપ્યા છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે રાત્રીના તે ગેરેજથી પોતાના ઘરે આવતો હતો ત્યારે ઘર પાસે રસ્તામાં લમણ બાંભવા ભેગો થઇ જતા તેણે અગાઉનો કેસ પાછો ખેંચી લેવાનું કહી ગાળો આપી હતી યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે બંને શખસોને યુવાન પર હત્પમલો કરી દીધો હતો.દરમિયાન અહીં લોકો એકત્ર થઇ જતા આ બંને શખસો નાસી ગયા હતાં.બાદમાં હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.હત્પમલામાં યુવાનને હાથે–પગે ફ્રેકચર સહિતની ઇજા પહોંચી હતી.

યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આરોપી લમણ બાંભવાએ બે વર્ષ પૂર્વે યુવાનના ઘર પાસે ઝઘડો કરી તેમની ગાડીના કાચ તોડી નાખ્યા હતાં.જે અંગે યુવાનના પિતાએ ફરિયાદ કરી હોય તે કેસ પાછો ખેંચી લેવાનું કહી આ હત્પમલો કર્યેા હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ વાય.ડી.ભગત ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application