રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.8માં લોકદરબાર યોજવામાં આવ્યો હતો જેમાં 59 જેટલી ફરિયાદો રજૂ થઈ હતી જેમાં મુખ્યત્વે કાલાવડ રોડ ઉપરના નાલંદા સોસાયટીના સ્થાનકવાસી જૈન ઉપાશ્રય પાસે તેમજ આજુબાજુમાં બેફામ ગંદકી હોવા બાબત તેમજ દેરાસર પાસેના ખુલ્લા પ્લોટમાં ન્યુસન્સ હોવા ની ફરિયાદ રજૂ થઈ હતી. આ ઉપરાંત વિમલનાથજી સ્વામી જૈન દેરાસર માર્ગ ( જાનકી પાર્ક મેઇન રોડ) શરૂ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધીના ડામર રોડ ઉપર અસંખ્ય ગામડાઓ હોવાનું અને આ રોડ ઉપર છેલ્લે ડામર કામ ક્યારે કરાયું હતું તેનો કોઈને ખ્યાલ નહીં હોવા ની ફરિયાદ પણ રજૂ થઈ હતી. મહાનગરપાલિકા દ્વારા એક સમયે સંપૂર્ણ સુવિધા યુક્ત એવા મોડલ બોર્ડ તરીકે જાહેર કરાયેલો વોર્ડ નંબર-8 હવે જાણે મોડેલ વોર્ડ રહ્યો ન હોય તે પ્રકારની ફરિયાદો રજૂ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લોક દરબારમાં ઉપસ્થિત લતાવાસીએ એવી ફરિયાદ રજૂ કરી હતી કે વોર્ડ નં.8 ના ચારેય કોર્પોરેટરને તેમણે પહેલી વખત એક સાથે જોયા છે. અશ્વિનભાઇ પાંભર સિવાયના અન્ય ત્રણ કોર્પોરેટર ક્યારેય વોર્ડમાં જોવા પણ મળતા નથી !! તેમ કહીને રોષ ઠાલવ્યો હતો.
કાલાવડ રોડ, અમિન માર્ગની આટલી ફરિયાદો રજૂ
-અમીન માર્ગ ઉપર અનિયમિત સફાઇ, -અમીન માર્ગ પર ખુલ્લા પ્લોટમાં ગંદકી, - વૈશાલીનગરમાં પ્રદુષિત પાણીનું વિતરણ, - વૈશાલીનગરમાં આંગણવાડી બનાવવા માંગ, - સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં ગંદકી - -આમ્રપાલી વોકિંગ અંડર પાસમાં સઘન સફાઈ કરવા, - રૈયા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલથી નાગરિક બેન્ક સુધીના રોડ પર રેંકડીઓના દબાણ, -યોગી દર્શન સોસાયટીની બાજુમાં અનધિકૃત ઓરડીઓ દૂર કરવા, -રાજહંસ સોસાયટીની શેરીઓમાં સ્પીડ બ્રેકર મુકવા -રાજહંસ સોસાયટીના થાંભલા પર રહેલા બિનઉપયોગી વાયરો દૂર કરવા બાબત, - સ્ટેટ બેંક પાસે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી સોલ્યુશન લાવવા, -યોગી નિકેતન સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવા, -સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં સફાઇ, વરસાદી પાણીના નિકાલ બાબત, -પંચવટી સોસાયટીમાં સ્પીડ બ્રેકર મુકવા, પ્રદુષિત પાણીનું વિતરણ, -નાગરિક બેંક પાસે સીટી બસ સ્ટોપ કરવા બાબત, -નવજ્યોત પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા -અમીન માર્ગ પર હાઉસિંગ બોર્ડમાં કરેલ ગેરકાયદેસર દુકાનો દૂર કરવા બાબત, -ન્યુ કોલેજવાડીની પાછળ ખુલ્લા પ્લોટમાં રહેલ બાંધકામ હટાવવા બાબત, -બિગ બજાર પાસે ચંદ્રપાર્કમાં ટ્રાફિકની રજુઆત, -નાલંદા સોસાયટીમાં જૈન ઉપાશ્રય પાસેના ખુલ્લા પ્લોટમાં ન્યુસન્સ થાય છે, -નાલંદા સોસાયટીમાં પાણીના ફોર્સ ધીમો આવવા બાબત, -રાજકૃતિ સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, -વૈશાલીનગરમાં ગાર્ડન બનાવવા બાબત, -ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રોડ રસ્તા બનાવવા બાબત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech