જિલ્લા અધ્યક્ષ, સાંસદ સહિતની સમગ્ર ટીમ અભિયાનમાં જોડાશે: પ્રવાસી કાર્યકર તરીકે બુથમાં રાત્રી રોકાણ
છેલ્લા ૧૦ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશકિતકરણ, આંતરીક અને બાહૃય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવાના ઐતિહાસિક કામો કરેલ છે. ભાજપના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર તથા રાજય સરકારના વિકાસ કામોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈ પ્રજાનો વિશ્વાસ મેળવી ર૦ર૪ની આગમી લોકસભા ચૂંટણીમાં પુન: સમર્થન મેળવાના આશયથી ’ગાંવ ચલો અભિયાન’ આગામી તા. ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીના રોજ સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે.
પ્રદેશની યોજના અનુસાર જે રીતે મુખ્યમંત્રી અને પ્રદેશના પદાધિકારીઓ આ અભિયાનમાં જનાર છે તે રીતે જામનગર જિલ્લામાં પણ દરેક ગામો, શહેરી વિસ્તારના દરેક બુથોમાં એક એક કાર્યકર્તા (તેઓના મૂળ ગામ સિવાય અન્ય ગામ કે બુથમાં) રાત્રી રોકાણ કરી, ર૪ કલાક ’પ્રવાસી કાર્યકર’ તરીકે જશે. જેમાં ૪૮૬ થી વધુ કાર્યકરોને આ માટે કોણ કયા ગામમાં જશે તેની જવાબદારી સોંપવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા અલીયા મુકામે, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ પસાયા ગામે, સાંસદ પૂનમબેન માડમ નાઘેડી મુકામે, પૂર્વ કેબીનેટ મંત્રી આર. સી. ફળદુ કાલાવડ શહેરમાં, પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઈ પટેલ મોટી ભલસાણ, પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા જામજોધપુર શહેર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ખારવા ગામે, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ બગધરા ગામે, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા શેખપાટ ગામે, પૂર્વ ધારાસભ્ય ચીરાગભાઈ કાલરીયા ગીંગણી ગામે, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી ઈશ્વરીયા ગામે, મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા ડબાસંગ ગામે, મહામંત્રી અભિષેક પટવા કાલાવડ શહેરમાં, લોકસભા સંયોજક ડો. વિનોદ ભંડેરી મોરકંડા ગામે, પૂર્વ જિલ્લા પ્રમુખ ડો. પી. બી. વસોયા સચાણા ગામે, પૂર્વ જિલ્લા પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી બાળા ગામે પ્રવાસી કાર્યકર તરીકે જશે અને રાત્રી રોકાણ કરનાર હોવાનું જિલ્લા ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું તેમ જીલ્લા ભાજપ મીડિયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદી માં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech