800 થી 900 રાહદારીઓએ આ સેવાનો લાભ લીધો
જામનગરમાં ગત તા.16/6/24 ને રવિવારે સવારે 10:30 વાગ્યે ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ ના આંગણે "ઠંડી છાસ" પીવડાવવા નો સેવાકીય પ્રોજેક્ટ રાખેલ હતો. લગભગ 800 થી 900 રાહદારીઓએ આ ઠંડી છાસ પીને ગરમીની ઋતુમા રાહત અનુભવી હતી. આ સેવાકીય પ્રોજેક્ટ ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસ, અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુપરના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયેલ, મુખ્ય દાતા ડો. જોગીનભાઈ જોશીનો અનન્ય સહયોગ મળ્યો હતો.
આ સેવાયજ્ઞમા ડો. પાઢ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સહાયક દાતા એડવોકેટ કશ્યપભાઈનો પણ એટલો જ સુંદર સહયોગ મળ્યો હતો. આ સેવા પ્રોજેક્ટમાં ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ડાયરેક્ટરનો અદભુત સહયોગ મળ્યો હતો, આ સેવા પ્રોજેક્ટમાં બ્રહ્મસમાજ છાત્રાવાસના પ્રમુખ ડો જોગીનભાઈ જોશી, મંત્રી કસ્યપભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ અતુલભાઈ શુક્લ, ખજાનચી ઉપેન્દ્રભાઈ વ્યાસ, શિક્ષણમંત્રી મધુસુદનભાઈ વ્યાસ, કારોબારી સભ્ય શશીનભાઈ, કમલેશભાઈ તેમજ જાયન્ટ્સ સુપરના પ્રેસિડેન્ટ યુ.ડી.ડી.એફ. જીતુભાઇ જોશી, જયેશભાઇ પુરોહિત, શરદભાઈ માંકડ, સેવાભાવી જગદીશભાઈ મહેતા આ બધા મહાનુભાવોની ઉમદા સેવાના કારણે આ સેવાકીય પ્રોજેક્ટ ખુબ સુંદર રીતે સંપન્ન થયો હતો, આ તકે બન્ને સંસ્થાના પ્રમુખો અને હોદેદારોએ બધાનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech