ચુનારાવાડમાં આવેલી કરિયાણીની દુકાનમાંથી રોકડ-ગુટખાની ચોરી કરનાર બેલડી ઝડપાઇ

  • March 13, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ચુનારાવાડ વિસ્તારમાં કરિયાણાની દુકાનમાંથી શટરના તાળા તોડી 10,000 રોકડ અને ગુટકાના પેકેટ સહિતના સામાનની ચોરી થઇ હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બનાવ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી આ ચોરીમાં કુખ્યાત બેલડીને ઝડપી લઇ તેની પાસેથી રોકડ રૂપિયા 9,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ચુનારાવાડ શેરી નંબર 4 શાકમાર્કેટવાળી શેરીમાં આવેલા નવજીવન સ્ટોર્સ નામના કરિયાણાની દુકાન ધરાવનાર રવિભાઈ અમીનભાઇ દાદવાણી (ઉ.વ 31 રહે. રૂચી બંગલો, એરપોર્ટ રોડ, રાજકોટ) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તા. 3 ના રાત્રિના દુકાન બંધ કરી બીજા દિવસે સવારે દુકાને આવતા અહીં દુકાનના શટરના તાળા તૂટેલા હોય જેથી તપાસ કરતા ટેબલના ખાનામાં રાખેલ રૂ. 10,000 રોકડ તથા વિમલ ગુટખા સહિતના સામાનની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.જી. વાઘેલાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી તથા ટીમે તપાસ હાથ ધરતા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નીનામા અને કોન્સ. રાકેશભાઈ બાલાસરા, જયરાજસિંહ કોટીલાને મળેલી બાતમીના આધારે

પોલીસે ટ્રેક્ટર ચોક ભાણજી બાપાના પુલ પાસેથી બે શંકાસ્પદ શખસોને ઝડપી લીધા હતા. જેના નામ વિપુલ વલ્લભભાઈ કાવિઠીયા (ઉ.વ 28 રહે. કુબલીયાપરા, મૂળ ગલકોટડી તા. બાબરા) અને કરણ ઉર્ફે પેંડો વિનુભાઈ સોલંકી (ઉ.વ 25 રહે. કુબલીયાપરા શેરી નંબર 5) હોવાનું માલુ પડ્યું હતું. પોલીસે આ બંને શખસોની સઘન પૂછતાછ કરતા તેણે કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીની કબુલાત આપી હતી. પોલીસે બેલડી પાસેથી રોકડ રૂપિયા 9,000 કબ્જે કર્યા હતા. ઝડપાયેલ આરોપી પૈકી વિપુલ અગાઉ જુનાગઢ તાલુકા ગાંધીધામ રેલવે પોલીસ અને થોરાળા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે કરણ ઉર્ફે પેંડા સામે યુનિવર્સિટી પ્ર.નગર થોરાળા અને એડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી, દારૂ સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application