મોરબીમાં પરિણીતાને નશાકારક દ્રવ્ય પીવડાવીને ગેંગ રેપ: ૪ ઝડપાયા

  • May 13, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ સામાન્ય બની ગયા છે પોલીસની ધાક જ રહી ના હોય તેમ છેડતી અને દુષ્કર્મ જેવા મહિલાઓ સાથેના ગંભીર ગુનાના બનાવો એક પછી એક ખુલે આમ બની રહ્યા છે ત્યારે  વધુ એક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાંબ્યુટીપાર્લરના ધંધાર્થી મહિલાને ઓફિસમાં બોલાવી નશાકારક દ્રવ્યો પીવડાવી ચાર ઇસમોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદનોંધાઈ છે
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબીશહેરના કન્યા છાત્રાલય રોડ પર આરોપી યશ દેસાઈએ તેની ઓફિસમાં પરિણીતાને બોલાવી હતી જ્યાં નશાકારક દ્રવ્ય પીવડાવી દીધુંહતું જેથી પરિણીતા બેભાન બની ગઈ હતી અને બાદમાં ભાનમાં આવી પરિણીતા સાથે દુષ્કર્મ થયું હોય તેવું માલૂમ પડ્યું હતું અને તેને ઘરે જવાનું કહેતા આરોપીએ ઓફિસનો દરવાજો ખોલ્યો ના હતોજેથી ભોગ બનનાર પરિણીતાએ તેના પતિને બનાવ મામલે જાણ કરી હતી અને ફોન કરીને બોલાવતા પતિ આવ્યા હતા અને પરિણીતાનેસારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી
​​​​​​​
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી બનાવને લઈને નાયબ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂકરીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક ચાર આરોપીઓ ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇચૌહાણ (ઉ.વ.૨૫), યશ વિશ્વાસભાઈ દેસાઈ (ઉ.વ.૨૦), અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી (ઉ.વ. ૨૦), રવિ દિલીપભાઈચૌહાણ (ઉ.વ.૨૧)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application