રાજકોટમાં જયંતી સરધારા પર પીઆઇ પાદરીયાએ કરેલા હુમલા બાદ ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.તેવામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.તાજેતરમાં યોજાયેલા ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ ગોંડલને બોલાવવામાં આવ્યા હતાં. કાર્યક્રમ બાદ ખોડલધામ સમિતિના આગેવાનને ગોંડલમાં રહેતા રાજુ સખીયાએ ફોન કરી કહ્યું હતું કે, ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ ગોંડલને શું કામ બોાલવ્યા? લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલનો કેમ બોલાવો છો કેમ? હવે કોઇ કાર્યક્રમમાં અન્ય સમાજના લોકોને બોલાવશો તો કાર્યક્રમ થવા નહીં દઇએ. જરૂર પડીએ હિંસા પણ કરીશું તેવી ધમકી આપી હતી.આ અંગે પટેલ સમાજના આગેવાન દ્રારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ શખસ સામે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાઇ તેવુ કૃત્ય આચરવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગોંડલમાં દાસી જીવણ પાર્ટી પ્લોટ સામે નંદનવન સોસાયટીમાં ગેટવાળી શેરીમાં રહેતા ઘનશ્યામભાઇ વિનોદભાઇ સોરઠીયા દ્રારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલમાં જ રહેતા રાજુ લાલજીભાઇ સખીયાનું નામ આપવામાં આવ્યું છે. જેના આધારે પોલીસે આ શખસ સામે બીએનએસ કલમ ૧૯૨, ૧૯૬(એ) તથા ૩૫૩ મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ પટેલ સમાજના આગેવાન હોય અને ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજના લોકો સાથે પારીવારિક તથા ભાઇચારાના સંંબંધો છે. થોડા સમય પહેલા ખોડલધામનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મહેમાન તરીકે જયોતીરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોંડલ)ને બોલાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયામાં એક ઓડિયો કલિપ વાઇરલ થઇ હતી. જેમાં ખોડલધામ સમિતિના આગેવાન રાજુભાઇ સોજીત્રા સાથે આરોપીની વાતચીતની આ ઓડિયો કલિપ હતી. જેમાં આરોપી રાજુ સખીયા કહેતો હતો કે, ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં ગણેશ ગોંડલને કેમ બોલાવ્યા? લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલને કેમ બોલાવો છો? હવે કોઇ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ કે ક્ષત્રિય સમાજ કે અન્ય કોઇ સમાજના લોકોને બોલાવશો તો અમો તથા અમારી ટીમ સાથે આવીને કાર્યક્રમ થવા નહીં દઇએ અને જર પડે હિંસા પણ કરીશું.
આવા ભડકાઉ આપત્તીજનક અને બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાઇ અને સમાજને ઉશ્કેરણીજનક વિધાન બોલવા બદલ અને શાંતિનો ભગં થાય તેવું કૃત્ય આચરવા બદલ પટેલ સમાજના આગેવાન દ્રારા વાઇરલ થયેલી આ ઓડિયો કલિપને લઇ આરોપી સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ અંગે વધુ તપાસ ગોંડલ સિટી બી ડિવિઝનના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech