કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ચતુર્થીનો પર્વ ગણેશોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ સમય એવો હોય છે યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ ૧૦ દિવસ માટે ધરતી પર પોતાના ભકતોની સાથે રહે છે. ગણેશજી ભકતોના દુ:ખ દુર કરી તેમને સુખ–સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.ગણેશ ઉત્સવની રાહ ભાવિકો ભકતો આખું વર્ષ જોતા હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે. જોકે દેશભરમાં મહારાષ્ટ્ર્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે. ૧૦ દિવસ માટે ગણપતિજી પોતાના ભકતોની વચ્ચે રહે છે. ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થીથી ચૌદશની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે. ગણેશોત્સવ ભાદરવા માસની ગણેશ ચતુર્થી તારીખ ૭૯૨૦૨૪ થી શ થઈ તારીખ ૧૬ ૯૨૦૨૪ આનદં ચૌદશ દશ દિવસ સુધી ચાલશે. કેશોદ શહેરમાં ગણપતિ દાદાની આકર્ષક અને કલાત્મક મૂર્તિઓ બનાવનારા કારીગરો આખરી ઓપ આપી રહ્યાં છે અને કેશોદ શહેર તાલુકામાં જુદાં જુદાં વિસ્તારમાં રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગજાનન ગણપતિ દાદાની સ્થાપના કરી દશ દિવસ સુધી પુજા અર્ચના કરી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નુ આયોજન કરવા આયોજક યુવક મંડળ વિવિધ ગૃપ દ્રારા પુરજોશમાં તૈયારીઓ શ કરવામાં આવી રહી છે.
કેશોદ શહેર તાલુકામાં જુદાં જુદાં વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે સાથે સાથે શ્રધ્ધાળુ પરિવારો પોતાના ઘરમાં પણ મૂર્તિ ની સ્થાપના કરી પુજા અર્ચના કરે છે. કેશોદ શહેર આવનારા દિવસોમાં ગણેશમય બની જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech