અગલે બરસ તું જલ્દી આના...ગણપતિ વિસર્જન

  • September 17, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે આંખોમાં આંસુ સાથે ભારે હૈયે ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આજે અનતં ચતુર્દશી એટલે ગણેશ ઉત્સવનો અંતિમ દિવસ. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર્રમાં છેલ્લા દસ દિવસથી ગણપતિ મહોત્સવની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી દરરોજ સવાર સાંજ બાપ્પાંની આરતી અને પૂજન, મહાપ્રસાદ, ૫૬ ભોગ અન્નકૂટ સહિતના આયોજનો સાથે સામાજિક અને સેવાકીય કાર્યક્રમનો પણ ત્રિવેણી સંગમ રચાયો હતો.આજે ગણપતિ બાપાને અગલે બરસ તું જલ્દી આનાની ભાવભરી વિનંતી સાથે ભાવિકોએ ગણપતિ વિસર્જન કયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગણપતિ વિસર્જન પાછળ પણ એક પૌરાણિક કથા છે. વેદ વ્યાસજી ગણેશજી પાસે મહાભારત લખાવી રહ્યા હતા. સતત દસ દિવસ લખવાથી ગણેશજીનું શરીર ગરમ થઈ ગયું હતું. આથી ગણેશજીને ઠારવા માટે વ્યાસજીએ પાણીમાં ડુબાડેલા હતા. આ કથા મુજબ જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવાની શ કરી તે ભાદરવા મહિનાની શુકલપક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનતં ચતુર્દશીનો દિવસ હતો ત્યાંથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને ૧૧મા દિવસે ગણેશ ઉત્સવ પછી અનતં ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે.આજે શુભ ચોઘડીએ યાં યાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યાં ભાવિકો દ્રારા ગણપતિદાદાની વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ નગારા નાદ અને અબીલ ગુલાલની છોળો સાથે ગણપતિ બાપા અપને ગાંવ ચલે... અગલે બરસ તું જલ્દી આના..ની પ્રાર્થના સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.કાલે ૧૮ સપ્ટેમ્બરથી પિતૃતર્પણનો અવસર શ્રાદ્ધ પર્વનો પ્રારભં થઈ રહ્યો છે. ૧૬ દિવસ સુધી શ્રાદ્ધ મનાવવામાં આવે છે. આ વર્ષે બે શ્રાદ્ધ ઘટે છે. પિતૃ તર્પણ બાદ ૩ ઓકટોબરથી માં જગદંબાની ભકિત અને શકિતનું પર્વ નવલા નોરતાનો દિવ્ય પ્રારભં થશે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News