ગેમઝોન અગ્નિકાંડ કેસ સેશન્સ કમિટ થયો

  • August 21, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અિકાંડના બનાવમાં પકડાયેલા ૧૫ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ મુકાયા બાદ આજે આ કેસને યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્રારા સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. તેમાં સેશન્સ કોર્ટ દ્રારા આગામી તા. ત્રીજી સપ્ટેમ્બરે પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ ૨૮ ૫૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તત્રં દ્રારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાય સરકાર દ્રારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા હતા.
બાદ તપાસનીશ દ્રારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરી હતી. આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોય નીચેની અદાલત દ્રારા કેસ આજે સેશન્સ કમિટ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં સંડોવાયેલા ૧૫ આરોપીને અદાલતમાં હાજર રખાયા હતા. દરેકને ચાર્જશીટની કોપી અપાયા બાદ આ કેસને નીચેની કોર્ટ દ્રારા સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ કમિટ થતાં સેશન્સ કોર્ટ દ્રારા આગામી તારીખ ત્રીજી સપ્ટેમ્બરના રોજ પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્ય અજયસિંહ ચૌહાણ રોકાયા છે


ટીઆરપી ગેમઝોન અિકાંડ માટે જવાબદાર ૧૫ આરોપીઓ
૧) ધવલ ભરતભાઈ ઠક્કર
૨) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી
૩) રાહત્પલ લલિતભાઈ રાઠોડ
૪) નીતિન મહાવીરપ્રસાદ લોઢા
૫) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
૬) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા
૭) મહેશ અમૃતભાઈ રાઠોડ
૮) મનસુખ ધનજીભાઈ સાગઠીયા
૯) ગૌતમ દેવશંકર જોષી
૧૦) મુકેશ રામજીભાઈ મકવાણા
૧૧) જયદિપ બાલુભાઈ ચૌધરી
૧૨) રાજેશ નરશીભાઈ મકવાણા
૧૩) રોહિત અસમલભાઈ વિગોરા
૧૪) ભીખાભાઈ જીવાભાઈ થીબા
૧૫) ઈલેશ વલભભાઈ ખેર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News