Gaganyaan Mission: મહિલા અવકાશયાત્રીઓને મળશે પ્રાધાન્ય, ISRO ચીફે કહ્યું- મહત્તમ તકો આપશે

  • October 24, 2023 07:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ISRO ચીફ એસ સોમનાથે મંગળવારે (24 ઓક્ટોબર) કહ્યું હતું કે તેઓ દેશના અંતરિક્ષ મિશનમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા ઈચ્છા રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ઈચ્છા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશની ભાવનાઓને દર્શાવે છે. પૂર્ણમાસી કાવુ મંદિર ખાતે એક કાર્યક્રમ દરમિયાન, એસ સોમનાથ ISROના મહત્વાકાંક્ષી ગગનયાન મિશનમાં વધુને વધુ મહિલા અવકાશયાત્રીઓ જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.


જો કે, એસ સોમનાથે સ્પષ્ટતા કરી હતી કે અવકાશયાત્રીઓની પસંદગી અને તાલીમ પહેલાથી જ થઈ ગઈ છે, તેથી પ્રથમ ગગનયાન મિશનમાં મહિલાઓની ભાગીદારી શક્ય બનશે નહીં. ગગનયાન મિશનનો હેતુ મનુષ્યોને અવકાશમાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાનો છે.


મેં માત્ર વડાપ્રધાન મોદી સહિત દેશનો અવાજ ઉઠાવ્યો

ઈસરોના વડાએ ભવિષ્યના ગગનયાન મિશનમાં મહિલાઓની વધુ ભાગીદારીની આશા વ્યક્ત કરી હતી. તેણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, "અવકાશ મિશનમાં વધુ મહિલા અવકાશયાત્રીઓ મારી ઈચ્છા સૂચિનો ભાગ છે અને મેં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશનો અવાજ ઉઠાવ્યો છે."


ISRO આવતા વર્ષે મહિલા હ્યુમનૉઇડ મોકલશે

અગાઉ ISROના વડા એસ. સોમનાથે કહ્યું હતું કે ISRO તેના બહુપ્રતીક્ષિત માનવ અવકાશ મિશન કાર્યક્રમ ગગનયાન માટે મહિલા પાઇલોટ અથવા મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા આપશે અને ભવિષ્યમાં તેમને મોકલવાનું સંભવ છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, ISRO આવતા વર્ષે તેના માનવરહિત ગગનયાન અવકાશ મિશન પર મહિલા હ્યુમનૉઇડ (માનવ જેવો દેખાતો રોબોટ) મોકલશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application