ગુજકેટના ફોર્મ ૧૭થી ૩૧ ડિસે. સુધી ઓનલાઈન ભરી શકાશે

  • December 13, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે જરી એવી ગુજકેટની પરીક્ષા આગામી દિવસોમાં યોજનારી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આ માટે તારીખ ૧૭ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ખુલ્લી મૂકવામાં આવનારી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે અને તે માટેની જરી સૂચના તથા વિગતો બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
બોર્ડે ગુજકેટની પરીક્ષા ફી પિયા ૩૫૦ નક્કી કરી છે. એસબીઆઇ ઈ પે સિસ્ટમ મારફતે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટબેન્કિંગ દ્રારા અથવા તો એસબીઆઇ ઈ પે ના ઓપ્શન દ્રારા દેશની કોઈ પણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે.
વર્ષેા અગાઉ ગુજકેટના મેરીટ પર મેડિકલ અને એન્જિનિયરિંગ માં પણ પ્રવેશ આપવામાં આવતા હતા પરંતુ હવે તેમાંથી મેડિકલ ફેકલ્ટીની બાદબાકી કરી દેવામાં આવી છે અને માત્ર એન્જિનિયરિંગ તથા ફાર્મસીના અભ્યાસક્રમોમાં ગુજકેટના આધારે એડમિશન આપવામાં આવે છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. પરંતુ આ માટેની માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઈટ પર અત્યારથી જ મૂકી દેવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application