કચ્છના રણમાં દેશની અગ્રિમ હાઇપરલોકલ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ મિર્ચી દ્રારા એક બિઝનેસ કલાસ એવોર્ડસનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં દેશના વિવિધ સંસ્થાનોને તેમના કાર્યક્ષેત્રમાં ઉત્તમ પ્રકારની સેવા માટે એવોર્ડ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતની સર્વપ્રથમ ૨૪૭ ન્યૂઝ ચેનલ જીટીપીએલ કંપનીની ગુજરાત ન્યૂઝને સમાચાર જગતમાં ઉત્તમ પ્રકારની સેવા બદલ એવોર્ડ વડે બિરદાવવામાં આવેલ હતી.
ભારત દેશની અગ્રિમ હાઇપરલોકલ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ મિર્ચી દ્રારા તાજેતરમાં આઈડીબીઆઈ બેન્કના સહયોગથી ગુજરાતના મૂનલેન્ડ એવા રણ ઓફ કચ્છ ખાતે તા.૩થી ૫ જાન્યુઆરી દરમિયાન એક બિઝનેસ કલાસ એવોર્ડસનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં દેશની કેટલીક ટોચની બ્રાન્ડસ દ્રારા તેમના ક્ષેત્રમાં લાવવામાં આવેલા અનોખા વિઝન, ઇનોવેશન અને સફળતાને બિરદાવવામાં આવેલ હતું. ગુજરાત જ નહીં દેશની જાણીતી બ્રાન્ડસ અને તેમના પ્રતિનિધિઓના નોંધપાત્ર યોગદાન અને કાયમી પ્રભાવને સન્માનીત કરવા માટે એવોર્ડ સમારંભનું કચ્છના રણમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી મીડિયા જગતના એકમાત્ર જીટીપીએલ ગ્રૂપની ચેનલ ગુજરાત ન્યૂઝનો સમાવેશ કરાયો હતો. રાયમાં સૌપ્રથમ ૨૪૭ સમાચાર ઉપરાંત વૈવિધ્ય સભર પ્રોગ્રામો વડે સમાચાર જગતમાં ઉત્તમ પ્રકારની સેવા બદલ આ એવોર્ડ મેળવવા ગુજરાત ન્યૂઝના પ્રતિનિધિ તરીકે દિલિપ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. ૪ જાન્યુઆરીએ યોજાયેલ આ સમારંભમાં જાણીતી ફિલ્મ અભિનેત્રી દિવ્યા દત્તા ઉપસ્થિત રહેલ હતી. આ સમારંભમાં મીડિયા જગતમાંથી ગુજરાત ન્યૂઝ ઉપરાંત બેંકિંગ, ફાઇનાન્સ, ઉધોગો, ટુરિઝમ અને હોસ્પિટાલિટી, સોટવેર, આરોગ્ય અને સાયબર સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર નામાંકિત સંસ્થાનોને એવોર્ડ એનાયત કરાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech