જીવન વીમા અને મેડિકલેમ પ્રીમીયમ પર જીએસટી ઘટાડાય તેવી સંભાવના

  • September 05, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીવન અને તબીબી વીમા પ્રીમિયમને જીએસટીના માળખામાંથી બાકાત રાખવાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક મહિના પહેલાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખ્યો હતો, જેમાં જીવન અને તબીબી વીમા પ્રીમિયમને જીએસટીના માળખામાંથી બાકાત રાખવા વિનંતી કરી હતી. આ પછી મમતા બેનર્જીએ પણ આ માંગનો પુનરોચ્ચાર કર્યેા અને સામાન્ય માણસને રાહત આપવાની માંગ કરી. હવે યારે ૯મી સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે વીમા પ્રીમિયમને જીએસટી મુકત બનાવવાની ચર્ચાએ જોર પકડું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મીટિંગ દરમિયાન ફિટમેન્ટ કમિટી ઓછો જીએસટી ચાર્જ કરવા અથવા પ્રીમિયમ અને વીમાની રકમ પર મર્યાદા સુધી મુકિત સૂચવી શકે છે.
એક સમાચાર અનુસાર ફિટમેન્ટ કમિટી જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રિમીયમ પર સંપૂર્ણ જીએસટી મુકિત આપવાના પક્ષમાં નથી. આ સમિતિ ૯ સપ્ટેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી મુકિતની આવક પરની અસર અંગે વિગતવાર અહેવાલ રજૂ કરશે. રિપોર્ટમાં સંપૂર્ણ જીએસટી મુકિત અને ઓછી છૂટ આપવાની આવક પરની અસર અલગથી સમજાવવામાં આવશે. ઉધોગની માંગ છે કે વીમા પ્રીમિયમ પર હાલમાં ૧૮% જીએસટી લાદવામાં આવે છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે, આ બહત્પ વધારે છે. ઈન્ડસ્ટ્રી માંગ કરી રહી છે કે વીમા પ્રોડકટને જીએસટીના માળખામાં લાવવી જોઈએ અથવા લઘુત્તમ ૫% ટેકસ લાદવો જોઈએ. જોકે વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની બાબતમાં સમિતિ માને છે કે, વીમા પ્રીમિયમ અથવા વીમાની રકમ અથવા બંને પર મહત્તમ મર્યાદા ૫૦,૦૦૦ પિયા હોવી જોઈએ. આ નિમ્ન અને મધ્યમ આવક જૂથના લોકો માટે અસરકારક સાબિત થઈ શકે છે.
એક અધિકારીએ કહ્યું કે, યાં પ્રીમિયમ ખૂબ વધારે છે ત્યાં જીએસટી દર ઘટાડવાની જર નથી. ફિટમેન્ટ પેનલે કોઈપણ પ્રકારના જીએસટી દરની ભલામણ કરી નથી. જીએસટી કાઉન્સિલ દ્રારા આ મુદ્દે વધુ ચર્ચા કરવામાં આવશે. સમિતિમાં કેન્દ્રીય અને રાય જીએસટી અધિકારીઓનો સમાવેશ થાય છે અને કાઉન્સિલને જીએસટી દર સંબંધિત સૂચનો આપે છે. નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પેારેશન એમ્પ્લોઇઝ યુનિયન દ્રારા સુપરત કરાયેલ મેમોરેન્ડમના આધારે ગડકરીએ નાણામંત્રીને પત્ર લખ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application