રાજ્યમાં GST વિભાગે ફરી એકવાર કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. આ વખતે નિશાન બન્યા છે ટ્યુશન ક્લાસીસ સંચાલકો. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં 37 સ્થળોએ GST વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકો દ્વારા કરચોરી કરવામાં આવી હોવાની શંકા પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ GST વિભાગને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકો દ્વારા કરચોરી કરવામાં આવી હોવાની શંકા છે. જેમાં કરોડો રૂપિયાની કરચોરી થઈ હોવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્ટેટ GST વિભાગે બે સ્ક્રેપ વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં 2 સ્ક્રેપ વેપારીઓની રૂપિયા 1.86 કરોડની કરચોરી ઝડપાઇ હતી. જેમાં 300 ટનથી વધુ બિનહિસાબી સ્ટોક તથા વેચાણ સામે આવ્યા હતા. ગત 24 ડિસેમ્બરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
કરચોરી રોકવા માટે GST વિભાગની કડક કાર્યવાહી
GST વિભાગ દ્વારા કરચોરી રોકવા માટે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના ધ્રોલ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લાનેટ પાર્ટી કાર્યક્રમ યોજાયો
January 07, 2025 12:48 PMખરાબ પર્ફોર્મન્સ સમયે કોહલી-રોહિત વિષે યુવરાજ સિંહે કરી આ વાત
January 07, 2025 12:41 PMઆલિયાની બહેન શાહીન મિસ્ટ્રી મેન સાથે કોઝી બની
January 07, 2025 12:18 PMસૈફની લાડલી સારા મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના દર્શને પહોચી
January 07, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech