જુનિયર કલાર્કની પરિક્ષાના કારણે GPSCની 2, 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષા મોકુફ રખાઇ

  • March 07, 2023 09:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેટલાક સમયથી GPSC( ગુજરાત જાહેર સેવા આયોગ)ની પરિક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં યોજાનાર 3 પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગના સંયુક્ત સચિવ દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. 

પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત પંચાયત સેવા પસંગી મંડળ દ્વારા તારીખ  2, 9 અને 16 એપ્રિલના રોજ યોજાનારી GPSCની પરીક્ષા મોકુફ રખાઇ છે. જાહેર સેવા આયોગ દ્વારા 2,  9 અને 16  એપ્રિલના રોજ યોજાનારી મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનારી પરીક્ષાને કારણે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હોય તેવી માહિતી મળી રહી છે.
​​​​​​​

પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે નવી તારીખો યોગની વેબસાઈટ પર જાહેર કરવામ આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application