ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા જળ,ધ્વનિ અને હવા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી હવા પ્રદૂષણમાં ભયંકર રીતે વધારો થઈ રહ્યો છે જેથી વડનગર ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તે સંદર્ભમાં યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બાદ હવે ગીર સોમનાથ કલેકટર, મુખ્યમંત્રી,રાજ્યપાલ તેમજ કોડીનાર મામલતદારને હવા પ્રદૂષણથી થતા લ્યૂપસ નામના ગંભીર રોગ વિશેના તાજેતરના અભ્યાસને ટાંકીને ફરિયાદ કરવામાં આવી છે,
ઉલ્લેખનીય છે કે ભાવેશભાઈ સોલંકી દ્વારા અંબુજા દ્વારા ફેલાવાતા પ્રદૂષણ બાબતે ૨૦૨૨ થી સતત લડત ચલાવવામાં આવી રહી છે યુવા અગ્રણીની ફરિયાદ બાદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૧૭.૦૫.૨૦૨૪ તેમજ ૨૬.૦૭.૨૪ ના રોજ ૠઙઈઇ ને પત્ર પાઠવી સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવેલ પરંતુ ત્રણ મહિના બાદ પણ ૠઙઈઇ દ્વારા સ્થળ તપાસ ન કરતા યુવા અગ્રણીએ ગંભીર આક્ષેપો કરતા આશંકા વ્યક્ત કરી હતી કે ૧૭.૦૫.૨૪ના રોજ ઈઙઈઇ દ્વારા ૠઙઈઇ ને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ,પરંતુ ત્યારે ચોમાસા (વરસાદ)ની શરૂઆત થઈ ન હોવાથી ૠઙઈઇ દ્વારા એ રાહ જોવામાં આવી રહી હોઈ એવું લાગી રહ્યું છે કે વરસાદ આવી ગયા બાદ સ્થળ તપાસ કરશું જેથી કરીને ખેડૂતોના ખેતી પાકો અને મકાનની છત પર એકઠું થયેલ કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલ ડસ્ટિંગ વરસાદના પાણીના કારણે ધોવાય જાય-સાફ થઈ જાય અને અંબુજા ફેક્ટરીને બચાવી શકાય અનેક ફરિયાદો બાદ પણ ૠઙઈઇ દ્વારા છેલ્લા બે-ત્રણ વર્ષથી કોઈ કડક પગલાં લેવાના બદલે માત્ર નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવી અંબુજા સિમેન્ટ કંપની-ફેકટરીને એનકેન પ્રકારે છાવરવામાં આવી રહી હોઈ એવા આક્ષેપો સાથે ગીર સોમનાથ કલેકટર,મામલતદાર કોડીનાર મુખ્યમંત્રી ગુજરાત રાજ્યપાલ ગુજરાતને હવા પ્રદૂષણથી થતા ગંભીર રોગો વિશેની માહિતી ટાંકીને પત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. અને તાત્કાલિક ધોરણે વડનગર ગ્રામજનોને ન્યાય આપવા જણાવ્યું છે.
વિશેષમાં અખબારી યાદીમાં યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે શું રાજકોટ અગ્નિકાંડ થયા બાદ તંત્ર અને સરકાર જાગી હતી એવી જ રીતે અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા ફેલાવાતા પાણી અને હવા પ્રદૂષણથી પણ કોઈ મોટી દુર્ઘટનાઓ(સમગ્ર ગામ રોગનો ભોગ બનશે) બને તેની રાહ જોવામાં આવી રહી છે આવનારા સમયમાં વડનગર ગામમાં મોટા પ્રમાણમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓ,ખેતી અને પશુપાલન ખતમ થશે તો તેના માટે ગીર સોમનાથ જિલ્લા તંત્ર ૠઙઈઇ ઈઙઈઇ અને ગુજરાત સરકાર જવાબદારી લેશે તેમ અંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMદ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા કુબેર વીસોત્રિના એએસઆઈને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપીએ સન્માનિત કર્યા
December 23, 2024 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech