જામનગરમાં નવાગામ વિસ્તારમાં રહેતા એક યુવાન સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવ્યા પછી પરત જતી વેળાએ બાઈક અન્ય વ્યક્તિને ઘેર પહોંચાડવા માટે સોપ્યું હતું, પરંતુ વાહન ઘરે પહોંચાડવાના બદલે પોતાની સાથે લઈને રફુચક્કર થઈ ગયો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં નવાગામ ઘેડ માસ્તર સોસાયટીમાં રહેતા દીપકભાઈ સુખલાલભાઈ અજા નામના ૪૮ વર્ષના યુવાન તા ૧૩-૮-૨૪ના દિવસે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ત્યાંથી પાટાપિંડી સહિતની સારવાર કરાવ્યા પછી ઘેર જવા માટે પરત નીકળતાં વરસાદ ચાલુ થયો હતો. જેથી વરસાદના કારણે પાટો પલળે નહીં તે માટે પોતાનું બાઈકની ચાવી સૌપ્રથમ પોતાના મિત્ર કિશોરસિંહ ગોહિલને સોંપી હતી, અને બાઇક ઘરે પહોચાડવા માટે કહયુ હતું, કિશોરસિંહે તે બાઇકની ચાવી જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં રહેતા જય જગદીશભાઈ સિંધી નામના શખ્સને સોંપી હતી.
જેણે બાઈક ઇજાગ્રસ્ત યુવાનને ઘેર પહોંચાડવાના બદલે બારોબાર લઈને છું મંતર થઈ ગયો હતો. જેની આટલા દિવસ સુધી રાહ જોયા પછી પણ બાઈક લઈને પરત નહીં આવતાં અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં આખરે ગઈકાલે દિપકભાઈ સુખલાલભાઈએ સીટી બી. ડિવિઝન પોલીસમાં પોતાનું બાઈક લઈને ગુમ થઈ જવા અંગે જય ઉર્ફે સાંઇ જગદીશભાઈ સિંધી (રહે નાગેશ્ર્વર સોસાયટી)ની સામે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech