ઘંટેશ્વવર પાસે મકાનમાં ધમધમતી દેશી દાની ભઠ્ઠી ઝડપાઇ: મહિલાની ધરપકડ

  • December 02, 2023 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામનગર રોડ પર ઘંટેશ્વરમાં દેશી દારૂની ભઠ્ઠી પર દોરોડો પાડી રૂ.550 લીટર દારૂ આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત રૂ.27,580નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે દેશી દારૂની ધંધાર્થી મહિલાને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઇમબ્રાન્ચના કોન્સ. હિરેનભાઈ સોલંકી,દીપલબેન ચૌહાણ અને અને અશોકભાઈ ડાંગર સહિતના સ્ટાફે બાતમીને આધારે જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડયો હતો.તેની સંચાલીકા કંચનબેન સુનિલભાઈ વઢવાણીયા(ઉ.વ 43 રહે.ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટર પાસે) ને પકડી લઈ ત્યાં મકાનમાં તલાશી લેતા ત્યાં નવેરામાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.

અહીંથી પાંચ ગેસના બાટલા,તેમજ દેશી દારૂના અલગ અલગ આઠ 50 લીટરના બેરલ પડ્યા હતા.આ જગ્યાએથી કુલ 550 લીટર દેશી દારૂ રૂ.11 હજાર,અખાદ્ય ગોળ 15 કિલો વાળા 14 ડબ્બા 500 લીટર આથો દેશી દારૂની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.27 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કંચનબેનની ધરપકડ કરી તેની સામે પ્રાહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application