દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈનું કહેવું છે કે કંપનીઓએ વોઈસ અને એસએમએસ પેક અલગથી આપવા પડશે. આ સાથે ગ્રાહકોને ફકત આવશ્યક સેવાઓ માટે ચૂકવણીનો વિકલ્પ મળશે. સાથે જ એસટીવી એટલે કે સ્પેશિયલ ટેરિફ વાઉચરની મર્યાદા ૯૦ દિવસથી વધારીને ૩૬૫ દિવસ કરવામાં આવી છે. ટ્રાઈના નવા નિયમો અનુસાર, ૧૦ પિયાનું ટોપ અપ વાઉચર હોવું જરી છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને કોમ્બો પેક આપે છે. ૨જી સિમ કાર્ડનો ઉપયોગ કરનારાઓને આનો સૌથી વધુ ફાયદો થશે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં લોકો હજુ પણ ૨જી સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
મોબાઈલ ઓપરેટરો દ્રારા હાલમાં ઓફર કરવામાં આવતી મોટાભાગની વોઈસ અને એસએમએસ યોજનાઓ ઈન્ટરનેટડેટાની કિંમતોને બંડલ કરે છે. જેના કારણે સામાન્ય વપરાશકારોને વધુ પૈસા ચૂકવવા પડે છે. ઘણા ફીચર ફોન વપરાશકર્તાઓ અને વૃદ્ધ ગ્રાહકો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. તેમ છતાં તેમને ડેટા પેક લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ટ્રાઈએ આ પગલા સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, મોબાઈલ કંપનીઓ આ સાથે સહમત ન થઈ અને કહ્યું કે આનાથી કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાનની ગતિ ધીમી પડી શકે છે.
ટ્રાઈએ કહ્યું કે ઓથોરિટી માને છે કે હાલના ડેટા–ઓન્લી એસટીવી અને બંડલ આફર્સ ઉપરાંત વોઇસ અને એસએમએસ માટે અલગ એસટીવી (સ્પેશિયલ ટેરિફ વાઉચર) ફરજિયાત બનાવવું જોઈએ. એવું પણ જોવામાં આવ્યું છે કે ફરજિયાત વોઈસ અને એસએમએસ–ઓન્લી એસટીવી એવા ગ્રાહકોને એક વિકલ્પ આપશે જેમને ડેટાની જર નથી. આ સરકારની ડેટા સમાવિષ્ટ્ર પહેલને અસર કરશે નહીં કારણ કે સેવા પ્રદાતાઓને બંડલ આફર્સ અને માત્ર ડેટા–વાઉચર ઓફર કરવાની સ્વતંત્રતા છે.
ટ્રાઈએ કહ્યું કે તેણે સપ્ટેમ્બર–નવેમ્બર ૨૦૨૨ના સમયગાળામાં ગ્રાહક સર્વે કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેણે ટેલિકોમ ઓપરેટરો, ગ્રાહક જૂથો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરીને આ બાબતે એક પરામર્શ પેપર પણ બહાર પાડું હતું. લગભગ ૧૫ કરોડ ગ્રાહકો હજુ પણ ફીચર ફોનનો ઉપયોગ કરે છે. આ વપરાશકર્તાઓને મુખ્યત્વે માત્ર વોઇસ અને એસએમએસ જેવી મૂળભૂત ટેલિકોમ્યુનિકેશન સેવાઓની જર હોય છે.
ટ્રાઈએ કહ્યું કે અલગ વોઇસ અને એસએમએસ–માત્ર વાઉચર્સ વૃદ્ધ ગ્રાહકો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે મદદપ થશે. ઉપભોકતાઓને પસદં કરવાનો અધિકાર હોવો જોઈએ. અલગ–અલગ વોઇસ અને એસએમએસ વાઉચરના ઘણા ફાયદા થશે. આ વોઇસ–સેન્ટિ્રક યુઝર્સની જરિયાતોને પહોંચી વળવા, સસ્તું પ્લાન, લવચીકતા અને કસ્ટમાઇઝેશન અને માર્કેટ સેગ્મેન્ટેશન જેવા વિવિધ પાસાઓમાં મદદ કરશે. ટ્રાઈએ જણાવ્યું હતું કે માહિતીના અભાવે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધ લોકો ડેટા સેવાઓનો ઉપયોગ કરવા માટે ઓછા તૈયાર છે.
ટ્રાઈએ કહ્યું કે વોઈસ–એસએમએસ પેક એવા યુઝર્સની જરિયાતો પૂરી કરશે જે વોઈસ કોમ્યુનિકેશન પસદં કરે છે. તેનાથી તેમને ડેટા સુવિધા વિના સસ્તી સેવા મળશે. તેનાથી તેમની મૂંઝવણ ઓછી થશે અને સંતોષ વધશે. તેમજ ઘરમાં બ્રોડબેન્ડ ધરાવતા પરિવારોને લાગે છે કે ડેટા માટે રિચાજિગ એ એક વધારાનો બોજ છે અને તેમને તે સેવાઓ માટે ચૂકવણી કરવાની ફરજ પાડવાની જર નથી. વોઈસ અને એસએમએસ પેકને બેંકોમાં આપવામાં આવેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, આધાર, આઈટીઆર ભરવા માટે ઓટીપી મેળવવાની જર છે, ખાસ કરીને યારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વપરાશકર્તાઓનો પ્રાથમિક નંબર ન હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech