વીરભનુની ખાંભીથી નિરમા ફેકટરીના દરવાજા સુધી બાવળનું સામ્રાજ્ય છવાયુ

  • October 25, 2024 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં વીરભનુની ખાંભીથી નિરમા ફેકટરીના ગેટ સુધી સામેના રોડ ઉપર બાવળ સહિત ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય તથા ધુળ, માટી અને કચરો જોવા મળી રહ્યા હોવાથી મહાસફાઇ અભિયાન જ‚રી બન્યુ છે. 
પોરબંદર નગરપાલિકાનુ તંત્ર જુદા જુદા વિસ્તારોમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઇની કામગીરી કરાવી રહ્યુ છે પરંતુ અમુક વિસ્તારને બાકાત રાખી દીધા હોય તેવુ જણાઇ રહ્યુ છે જેમાં વીરભનુની ખાંભીથી કોસ્ટગાર્ડ હેડકવાર્ટર થઇને નિરમા ફેકટરી તરફ જતા રસ્તે આર.જી.ટી. કોલેજ અને તેની દીવાલની બહાર મોટી માત્રામાં ગાંડાબાવળ સહિત ઝાડી- ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે એટલુ જ નહી પરંતુ ત્યાં ધૂળ સહિત અન્ય કાટમાળ પણ ખડકાઇ ગયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે રસ્તો સાંકડો થઇ ગયો છે. 
માટે નગરપાલિકાના તંત્રએ અહીંયા પણ સમગ્ર રસ્તા પર બન્ને સાઇડ સફાઇ અભિયાન કરાવવુ જોઇએ તેવી માંગણી લખમણભાઇ દાસા દ્વારા કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News