કિંગથી લઈને સિકંદર સુધી નવું વર્ષ લાવશે ધમાકેદાર ફિલ્મો

  • December 26, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે, નવાવર્ષે સિનેમા પ્રેમીઓ માટે ઘણી ધમાકેદાર ફિલ્મો આવી રહી છે. ઉપરાંત આગામી વર્ષની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. અભિનેતા રિતિક રોશનની ફિલ્મ 'ક્રિશ'ના આગામી ભાગની ચાહકો રાહ જોઈ રહ્યા છે. આ સિવાય ફેન્સને આવતા વર્ષે 'વોર 2'નો આગળનો ભાગ જોવા મળશે. આ અયાન મુખર્જીની એક્શન થ્રિલર ફિલ્મ છે.
આવતા વર્ષે શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ' પણ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે તેની પુત્રી સુહાના પણ જોવા મળશે. સિકંદરમાં સલમાન ખાન ડબલ રોલમાં જોવા મળશે, રશ્મિકા મંદન્ના અને કાજલ અગ્રવાલ તેમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ 2025 પર રિલીઝ થશે. જયારે ફિલ્મ આલ્ફા પણ ચાહકો માટે મનોરંજનનો ડોઝ આપશે. તેમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ જોવા મળશે.
અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ જોલી એલએલબી 3 પણ ચાહકો માટે મનોરંજનનો ધડાકો કરશે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં હુમા કરિષી અને અમૃતા રાવ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application